ખબર

જુઓ ન્યુ પાકિસ્તાન: 30 રૂપિયાનું ઈંડુ અને 1000 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે આદુ

નવું પાકિસ્તાન બનાવવાનો દાવો કરી રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના રાજમાં હવે પાકિસ્તાનના ભૂંડા હાલ થયા છે. હાલ પાકિસ્તાનમાં કોરોનાએ નહિ પરંતુ મોંઘવારીએ કોહરામ મચાવી દીધો છે. પાકિસ્તાનની અંદર શાકભાજીથી લઈને કરિયાણું અને ઈંડાના ભાવ પણ આસમાને પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

પાકિસ્તાનની અંદર એક ઈંડાની કિંમત 30 રૂપિયા જયારે ખાંડ 104 રૂપિયે કિલો અને ઘઉં 60 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. ત્યારે જો આદુની વાત કરીએ તો હાલમાં પાકિસ્તાનની અંદર આદુ એક હજાર રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે.

Image Source

ઇમરાન ખાને થોડા સમય પહેલા જ ખાંડના ભાવ ઓછા કરવાનો દાવો કર્યો હતો, પરંતુ હકીકતમાં તો પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ તોડી રહી છે. પાકિસ્તાનના પ્રમુખ અખબાર “ધ ડૉન” ના જણાવ્યા પ્રમાણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વધતી ઠંડીના કારણે ઈંડાના ભાવ પ્રતિ ડર્ઝન 350 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયા છે.

Image Source

પાકિસ્તાનમાં વધેલો ભાવ વધારો એ વાત તરફ ઈશારો કરી રહ્યો છે કે ઇમરાન ખાનની સરકાર બધી જ બાબતોમાં નાકામ રહી છે. પાડોશી દેશ પાકિસ્તાનની અંદર પચ્ચીસ ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહ્યા છે. એવી સ્થિતિમાં રોજિંદા જીવન જરૂરિયાતનો સામનની કિંમતો પાકિસ્તાનમાં આસમાને પહોંચી રહી છે.