ખબર

આરોપી ફેનિલ ગોયાણીએ કર્યા ચોંકાવનારા ખુલાસા ! ચપ્પુ મારવા દરમિયાન ગ્રીષ્મા બોલતી રહી કે ‘મને છોડી દે, મૂકી દે’ પરંતુ…

હાલમાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જે કેસની ચર્ચા ચાલી રહી છે તો તે છે ગ્રીષ્મા હત્યા કેસ. આ કેસમાં પોલિસે આરોપીની ધરપકડ પણ કરી છે અને કોર્ટમાંથી રિમાન્ડ પર મંજૂર કર્યા છે. ગ્રીષ્મા હત્યા કેસના પડઘા ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં પડ્યા છે. પોલીસને આરોપી ફેનિલનાં કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેના બાદ પોલીસે કામગીરી શરૂ કરી હતી. ગ્રીષ્પા કેસના આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેના બાદ ગઇકાલના રોજ આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.

ઘટનાની શરૂઆતથી લઇને અંત સુધી જે પણ બન્યુ તેનું પુનરાવર્તન કરાવવામાં આવ્યુ હતુ. ફેનીલે સોસાયટીમાં આવી પહેલા આંટા માર્યા હતા અને તે બાદ 25થી 30 મિનિટ લાંબો ખૂની ખેલ ખેલ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર, ફેનીલે પહેલા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઇને ઇજાગ્રસ્ત કર્યા હતા અને તે બાદ તેણે ગ્રીષ્માને પકડીને ગળા પર ચપ્પુ માર્યુ હતું. આ ઘટના હની ત્યારે ગ્રીષ્મા એવી બૂમો પાડી રહી હતી કે ‘મને છોડી દે, મૂકી દે’ પરંતુ ફેનીલે તેની એક વાત પણ ના સાંભળી. ફેનિલ પણ બોલી રહ્યો હતો કે, ‘મને મારવા તે કોને મોકલેલા’. આવું કહ્યા બાદ તેણે ગ્રીષ્માનું ગળુ ચપ્પુ વડે કાપી નાખ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા હત્યા કેસની અંદર SITની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો.

જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભરે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.

ઘટનાના રિકન્સ્ટ્રકશન દરમિયાન જાણવા મળ્યુ કે,આરોપી ફેનીલને ગ્રીષ્માના મોટા પપ્પા સુભાષભાઇ વેકરીયા અને ભાઈ ઘરમાંથી આવીને તેને સમજાવવા ગયા પરંતુ ફેનીલે કોઇનું કંઇ જ સાંભળ્યા નહિ અને તેણે સીધુ જ સુભાષભાઈના પેટમાં ચપ્પુનો ઘા કરી દીધો હતો. દીકરો ચપ્પુ પકડવા જતાં તેને પણ હાથમાં ઈજા થઈ હતી. આ સાથે ફેનીલે દીકરાના માથામાં પણ ચપ્પુ મારી દીધો હતો. આ જોઇને ગ્રીષ્મા પણ ત્યાં આવી ગઇ હતી. ફેનિલે ગળા ઉપર ઉપરાછાપરી ત્રણ વાર ચપ્પુથી ઘા કરી ગ્રીષ્માનું ગળું કાપી નાંખ્યું હતું. ગ્રીષ્માનું ગળુ કાપ્યા બાદ ફેનિલે માવો ખાધો અને ઝેરી દવા પીધાનું નાટક પણ કર્યુ હતુ, જે બાદ તેણે તેના મિત્રને ફોન કરી હાથની નસ કાપી હોવાનું જણાવ્યુ હતુ. આ દરમિયાન ગ્રીષ્મા પણ તરફડી રહી હતી.