રસોઈ

જાણો ગુજરાતનાં ઘરે ઘરે બનતું સેવ ઉસળ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત..

સેવ ઉસળ એ ઘરે ઘરેનું ફેમસ સ્ટ્રીટ ફૂફ છે. ઉપરાંત હેલ્ધી ને પૌષ્ટિક તો  ખરું જ ને બાનવવવાની પણ સાવ સરળ રીત.  કોઈ મહેમાન આવે તો નાસ્તામાં પણ બનાવી શકાય છે ને ડિનરમાં પણ.

તો ચાલો આજે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ ને એકદમ સરળ રેવ ઉસળ. નાના મોટા સૌ આંગળા ચાટી ચાટીને ખાસે એવો ટેસ્ટ છે.

સામગ્રી:

  • સફેદ બાફેલા વટાણા ૧ કપ
  • ૨ નંગ ડુંગળી ની પેસ્ટ
  • ૨ નંગ ટામેટા ની પેસ્ટ
 • લાલ મરચું ૧ ચમચી
 • હળદર ૧/૫ ચમચી
 • ગરમ મસાલો ૨ ચમચી
 • સેવઉસળ નો મસાલો ૨ચમચી
 • બેસન ૧ ચમચી
 • તેલ ૩/૪ ચમચી
 • આદુ લસણ ની પેસ્ટ ૧ચમચી
 • મીઠું સ્વાદ અનુસાર
 • લીંબુ નો જ્યુસ ૧ ચમચી
 • સેવ
 • લીલી ડુંગળી
 • પાણી જરૂર મુજબ

રીત: સૌપ્રથમ એક પણ ને ગરમ કરવા મુકો ગરમ થાય એટલે એમાં તેલ રેડો અને ડુંગળીની પેસ્ટ નાખો થોડું સેકાય ૧ ચમચી જેટલી રેવા દેજો પછી થોડી વાર શેકાવા દો.  આદુની પેસ્ટ ને ૨ ૩ મિનિટ સુધી સાંતળી પછી ટમેટાની પેસ્ટને એડ કરી થોડી વાર સાંતળો. પછી એમાં મસાલા એડ કરો અને સ્વાદ અનુસાર મીઠું ૫ મિનિટ સુધી સેકાવા દો ગેસ ને ધીરો જ રાખવો

પછી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ૧ લિટર જેટલું પાણી એડ કરી એમાં સફેદ વટાણા જે બાફીને રાખ્યા છે તે એડ કરો ને હલાવો. સેવ ઉસળ ઉકળે ત્યાં સુધી તરી બનાવી દો સેવઉસળ થોડી વાર ઉકળે પછી એમાં બેસનમાં
પાણી નાખી ને એમાં એડ કરી દો. જેથી સેવઉસળનો રસો થોડો જાડો થાય જાય તો તૈયાર છે.

વડોદરા નું ફેમસ સેવ ઉસળ. એક બાઉલમાં તૈયાર ઉસળ લો અને પછી એમાં  સેવ, લીંબુનો રસ ,  તરી અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી સર્વ લારો 

સેવ ઉસળમાં વપરાતી તરી બનાવવાની રીત :
તરી બનાવવા  માટે એક પેનમાંમાં તેલ લઇ લો.  એમાં ડુંગળી ટામેટા અને લસણની પેસ્ટને સાંતળો. એમાં લાલ બંધ કરી પછી મરચું નાખીને બરોબર હલાવો .

પછી મીઠું અને થોડું પાણી નાખીને પછી ફરી ગેસ ચાલુ કરી તરીને થોડીવાર ઉકાળવા દો . લો તૈયાર છે સેવ ઉસળમાં ખવાતી ગરમા ગરમ તરી.

 તરી  અને વડોદરાનું ફેમસ સેવઉસળ બનાવની સહેલી અને સરળ રીત જોવા જલ્દીથી ક્લિક
કરો અને બનાવો અને મજામાનો આ ટેસ્ટી સેવઉસળ જો રેસીપી ગમે તો શેર કરો અને કોમેન્ટ કરો.

સંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :

Subscribe to our channel for more: https://youtu.be/zsI6hvpukNA

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks –