રસોઈ

અચાનક ઘરે મહેમાન આવે પછી હોય નાની એવી પાર્ટી, બનાવો સ્વાગતમાં આ સ્વાદિષ્ટ સેવ પૂરી..

સેવ પૂરી

સેવ પૂરી ભારતની લોકપ્રિય ચાટમાંથી એક છે. આને બનાવવી ખૂબ આસાન છે. આ પૂરી બનાવાવમાં પાપડીની ઉપર બાફેલાં બટાકાં, બાફેલાં મગ, ડુંગળી, ગ્રીન ચટણી, ખજૂર ચટણી એમાં ઉમેરી દો ને ઉપરથી સેવ નાખી સર્વ કરી શકો છો. આવી રીતે નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને સ્વાદિષ્ટ સેવ પૂરી બનાવી શકો છો.

 • પૂર્વ તૈયારીનો સમય : 20 મિનિટ
 • કેટલાં લોકો માટે : 2

સામગ્રી :

 • 16 ચાટ પૂરી,
 • 2/3 કપ, બાફીને સમારેલાં બટાકાં,
 • ¼ કપ, બાફેલાં મગ (વૈકલ્પિક),
 • ½ કપ, સમારેલી ડુંગળી,
 • 6 ટેબલ સ્પૂન, ખજૂર આંબલીની ચટણી,
 • 4 ટેબલસ્પૂન, ગ્રીન ચટણી,
 • 1/2 ટીસ્પૂન અથવા સ્વાદ અનુસાર ચાટ મસાલો,
 • ½ કપ, નાયલૉન સેવ,
 • 1, ટેબલસ્પૂન સમારેલી કોથમીર.

રીત : સેવ પૂરી બનાવવા માટે સૌ પ્રથમ તો ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી બનાવીને એક બાજુ રાખી લો અને બટાકાં ને માગને થોડું મીઠું નાખીને બાફી લો. એ ઉપરાંત બધી જ સામગ્રીને એક પ્લેટમાં અલગ અલગ બાઉલમાં ગોઠવી લો જેથી બનાવવામાં સમય ઓછો જોઈએ અને સરળતાથી બની જાય.  તો ચાલો હવે બનાવીશું સેવ પૂરી.

બે પ્લેટ લેવાની છે. એમાં બંને પ્લેટમાં 8 8 પાપડી પૂરી ગોઠવી દેવાની છે.

દરેક પાપડી પૂરી ઉપર ½ ટેબલસ્પૂન બારીક સમારેલા બટાકા, અને અંદાજે 1 ચમચી બાફેલા મગ ઉમેરો.

દરેક પાપડી પૂરીની ઉપર સમારેલા ટામેટાં અને બારીક સમારેલી ડુંગળી અડધી અડધી ચમચી જેટલા લઈને ગોઠવી દો.

હવે, બધી જ ડેકોરેટ કરેલી પાપડી પૂરી ઉપર એક એક ચમચી ખજૂરની ચટણી સ્પ્રેડ કરો.

ત્યારબાદ, બધી જ ડેકોરેટ કરેલી પાપડી પૂરી ઉપર એક એક ચમચી ગ્રીન  ચટણી સ્પ્રેડ કરો.

પછી, બધી જ પાપડી પૂરી ઉપર ½ કપ સેવ અને ચાટ મસાલો સ્પ્રેડ કરો.

ત્યારબાદ, સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરો. તો હવે તમારી સ્વાદિષ્ટ ને ચટપટા ટેસ્ટની સેવ પૂરી તૈયાર છે સર્વ કરો.આ સેવાપૂરીને તરત જ સર્વ કરવી જોઈએ એટ્લે આને જ્યારે ખાવાની હોય તે જ સમયે બનાવવી જોઇએ. નહીતર પાપડી થોડા જ સમયમાં નરમ થઈ જશે ને ખાવાની પણ મજા નહી આવે. ‘

નોંધ :

જો તમે આના ટેસ્ટમાં થોડો  બદલાવ લાવવા માંગો છો તો તમે બાફેલા મગની જગ્યાએ બાફેલા ચણાનો પણ ઉપયોગ કરી શકો છો.

સેવ પૂરીને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે લસણની તીખી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. થોડા અલગ ટેસ્ટ માટે કાચી કેરીને પણ સમારીને ઉપયોગમાં લઈ શકો છો. તમારા ટેસ્ટ અનુસાર તમે ચટણીની માત્રા ઘટાડી કે વધારી શકો છો.

સેવ પૂરીનો ટેસ્ટ : ખાટ્ટો, મીઠો, નમકીન ને થોડી તીખી.

સેવ પૂરી ક્યારે સર્વ કરી શકાય : સેવ બટાકા પૂરી સાંજના સમયે હલકા નાસ્તામાં સર્વ કરી શકો છો.  બાળકોની જન્મદિવસની પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ