રસોઈ

ચટપટી વેજ મસાલા ટોસ્ટ સેંન્ડવીચની રેસીપી, બનાવો ઘરે જ એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

વેજ. મસાલા ટોસ્ટ સેંન્ડવીચ એ ભારતનો એક લોકપ્રીય સ્ટ્રીટ ફુડ છે. જેમા બાફેલા બટેટા, ટમેટા, કાંદા, અને કેપ્સીકમ ને બટર અને ચટણી લગાડેલી બ્રેડ સ્લાઈઝ મા વચ્ચે રાખી ને સેંન્ડ્વીચ મેકર મા બનાવા મા આવે છે. આ શરૂ થી લઈ ને ફક્ત ૩૫ મીનીટ મા બની જાય છે. આ વેજ. મસાલા ટોસ્ટ સેંન્ડવીચ ને બનાવી ખુબજ આસાન છે. આમા પહેલા બટેટા નો મસાલો બનાવા મા આવે છે. પછી બ્રેડ ની સ્લાઈઝ ઉપર કોથમરી ની લીલી ચટની અને બટર લગાવા મા આવે છે. પછી બ્રેડ ની સ્લાઈઝ ની વચ્ચે બટેટા નો મસાલો, ટમેટા ની સ્લાઈઝ અને કાંદા ની સ્લાઈઝ રાખી ને એમા થોડો ચાટ મસાલો છાટી ને સેંન્ડવીચ મેકર મા બનાવવા મા આવે છે. અહી વેજ મસાલા ટોસ્ટ સેંન્ડવીચ ની પુરી વીધી સામગ્રી અને પીરસવા ની રીત સાથે સમજાવા મા આવ્યુ છે. આ સેંન્ડવીચ ને આલુ ટોસ્ટ સેંન્ડવીચ પણ કહેવા મા આવે છે. કારણ કે આમા મસળેલા બટેટા નુ સ્ટફીંગ હોય છે. તો આજે આપણે વેજ મસાલા ટોસ્ટ સેંન્ડવીચ બનાવા ની રેસીપી જોશુ.

Image Source

પુર્વ તૈયારી નો સમય ૧૫ મીનીટ
પકાવા માટે નો સમય ૨૦ મીનીટ
કેટકા લોકો માટે ૩ સેંન્ડ્વીચ

વેજ મસાલા ટોસ્ટ સેંન્ડવીચની સામગ્રી

  • ૬ – બ્રેડ સ્લાઈઝ
  • ૧/૨ કપ – લીલી કોથમરી ની ચટની
  • ૨ – ટમેટા ગોળ કાપેલા
  • ૧ – કાંદા ગોળ કાપેલા
  • ૧/૨ – કેપ્સીકમ લંબાઈ મા કાપેલુ
  • ૩-૪ ટેબલ સ્પુન – બટર
  • ૩ – બટેટા બાફેલા
  • ૧ – મધ્યમ કદ કાંદા
  • ૧-૨ – લીલા મરચા બારીક કાપેલા
  • ૧ ચમચી – તેલ
  • ૧ ચમચી – રાઈ
  • ૧/૨ ચમચી – હળદર પાઉડર
  • ૧/૨ ચમચી – ચાટ મસાલા પાઉડર
  • ૧/૨ ચમચી – તીખા બારીક કરેલો પાઉડર
  • નમક – સ્વાદ અનુસાર
  • મીઠુ અને લીંબુ નો રસ – સ્વાદ અનુસાર
  • ૩-૪ ચમચી – કોથમરી બારીક કાપેલી

વેજ મસાલા ટોસ્ટ સેંન્ડવીચ બનાવવાની વિધિ

Image Source

૧) બટેટાને મીઠા વાળા પાણી મા બાફો અને તેની છાલ કાઢી લ્યો. પછી બટેટા ને સારી રીતે મસળી ને એક શકોરા મા કાઢો.

૨) એક પેન કે કડાઈ મા મધ્યમ આચ ઉપર એક ચમચી તેલ ને ગરમ કરો. તેમા એક ચમચી રાઈ ને નાખો. રાઈ ફુટવા લાગે ત્યારે તેમા બારીક કાપેલા લીલા મરચા અને કાંદા ને નાખો.

૩) જ્યા સુધી કાંદા હલ્કા ભુરા રંગ ના થાય ત્યા સુધી સોંતરો. પછી તેમા એક ચમચી હળદર પાઉડર ને નાખો.

૪) હવે આને ચમચા થી હલાવતા એક મીનીટ સુધી ચડવા દો. ત્યાર બાદ આ પાકી જાય ત્યારે તેમા મસળેલા બટેટા, બારીક કાપેલી કોથમરી અને લીંબુ નો રસ નાખો. તથા તેમા સ્વાદ અનુસાર મીઠું નાખો. ( જો તમે બટેટા બાફતી વખતે મીઠું નથી નાખ્યુ તોજ નાખો.)

૫) આ મીશ્રણ ને સારી રીતે મીક્સ કરી લ્યો. અને એક મીનીટ સુધી ચડવા દો. ગેસ બંધ કરી લ્યો. વેજ મસાલા ટોસ્ટ સેંન્ડવીચ માટે નો મસાલો તૈયાર છે.

૬) હવે બ્રેડ ને લ્યો અને બધી બ્રેડ ઉપર એક સમાન ચાકુ થી બટર ને ફેલાવી ને લગાડી લ્યો.

૭) દરેક સ્લાઈઝ ઉપર કોથમરી ની લીલી ચટણી લગાડો. (લગભગ એક ચમચી કે સ્વાદ અનુસાર) હવે ૩ બ્રેડ સ્લાઈઝ ઉપર ૩-૪ ચમચી તૈયાર કરેલો બટેટા નો મસાલો લગાડી લ્યો. અને મસાલા ને પણ એક સમાન ફેલાવી દો.

૮) હવે આ બટેટા ના મસાલા ની ઉપર ૨-૩ ટમેટા ની સ્લાઈઝ અને ૧-૨ કાંદા ની સ્લાઈઝ ને રાખો. પછી તેની ઉપર કેપ્સીકમ ની સ્લાઈઝ રાખો અને થોડો ચાટ મસાલો છાંટો.

૯) તેના ઉપર ચપટી તીખા નો બારીક પાઉડર અને મીઠુ છાટો.

૧૦) મસાલો લાગેલી આ બ્રેડ સ્લાઈઝ ની ઉપર બટર અને ચટણી લાગેલી બ્રેડ સ્લાઈઝ રાખો. પછી તેની ઉપર ની સાઈડ મા બટર લગાડી દો. ( જો તમને બહાર ની સાઈડ કુરકરી પસંદ છે તો.)

૧૧) આને પહેલા થી ગરમ કરેલા સેંન્ડ્વીચ ટોસ્ટર ગ્રીલ કે ગેસ વાળા સેંન્ડવીચ મેકર મા રાખો.

૧૨) કુરકરા અને સોનેરી થવા સુધી ટોસ્ટ કરો. (ટોસ્ટ કરવા માટે સેંન્ડવીચ મેકર ની મેકર ની સુચના નુ પાલન કરો.)

Image Source

૧૩) સેંન્વીચ ને ટોસ્ટર માથી નીકાળી લ્યો અને તેની ઉપર થોડુ બટર લગાડી દો. થોડો ચાટ મસાલો છાંટો અને આને ટમેટા સોસ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks