રસોઈ

ગુજરાતી વઘારેલી ખીચડીનો અસલ સ્વાદ માણો ઘરે, સ્વાદિષ્ટ કાઠિયાવાડી ખીચડી બનાવો સરળ રીતે

ગુજરાતી વાઘરેલી ખીચડી ઘણાં શાકભાજીઓ સાથે દાળ અને ચોખાથી બનાવવામાં આવે છે, જેના કારણે તે સ્વાસ્થ્યપ્રદ હોય છે. તેમાં ઘણાં મસાલા નાખવામાં આવે છે જે તેનો સ્વાદ અનેકગણો વધારી નાખે છે અને મસાલાઓને કારણે તેને મસાલા ખીચડી પણ કહેવામાં આવે છે. આને આપણે ઘરે જ બનાવીએ છીએ અને દહીં, સલાડ અને પાપડ સાથે બપોર કે રાત્રિના ભોજનમાં સર્વ કરી શકીએ છીએ. તો નોંધી લો રેસિપી –

નવી રીતે વઘારેલી ખીચડી બનાવવા જોઈશે –

સામગ્રી

  • ચોખા 1 કપ
  • તુવેર દાળ 1/4 કપ
  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ઝીરું 1/2 ચમચી
  • તમાલ પત્ર, લવિંગ, તજ
  • હિંગ 1/2 ચમચી
  • ડુંગળી 1 નંગ
  • સીંગદાણા 2 ચમચી
  • આદુ લસણ મરચાની પેસ્ટ 1 ચમચી
  • બટાકા 1 નંગ
  • ટામેટા 1 નંગ
  • લીલી તુવેર 1/2 કપ
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • ધાણા જીરું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મીંઠુ 2 ચમચી
  • પાણી 1/2 કપ
  • ઘી 1 ચમચી

રીત

સૌપ્રથમ એક બૉઉલમાં દાળ ચોખાને પલાળી લો પછી એક કુકર ગરમ કરવા મુકો ગરમ થાય એટલે એમાં તેલ મૂકી રાઈ એડ કરો રાઈ તતડે એટલે જીરું એડ કરો પછી એમાં તજ, લવિંગ અને તમાલ પત્ર એડ કરી મિક્સ કરી લો પછી એમાં સીંગદાણા, આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો. એમાં ડુંગળી બટાકા તુવેર એડ કરી મિક્સ કરી લો. પછી ટામેટા એડ કરી એમાં દાળ ચોખા એડ કરી બધા મસાલા એડ કરી મિક્સ કરી લો અને પાણી એડ કરી ફરી મિક્સ કરી લો થોડું ઉકળે એટલે એમાં ઘી એડ કરી મિક્સ કરીને કુકરને બંધ કરી 2 સિટી વગાડી લો કુકર ઠંડુ પડે એટલે એને ગરમ ગરમ સર્વ કરો છાશ અને પાપડ સાથે જરૂરથી બનાવજો વઘારેલી ખીચડી

વઘારેલી ખીચડી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.