વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી ચોરાફળી, આ છે તદ્દન નવી રેસીપી જોવાનું ભૂલશો નહિ

0

આપણા ઘરોમાં રોજિંદા આહારમાં રોટલી લેવાતી જ હશે અને એટલે જ દરેક ઘરોમાં રોટલી બનતી પણ હશે, પણ ઘણીવાર એવું બને કે બનાવેલી રોટલી વધી પડે છે અને પછી કોઈ એ ઠંડી રોટલી ખાતું નથી. એટલે એ રોટલીનું કઈંકને કઈંક કરવું પડે છે. તો આજે તમારી માટે લાવ્યા છીએ વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચોરાફળી બનાવવાની રેસિપી, એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી, જો રોટલી વધે તો તમે એની ચોરાફળી બનાવી શકો છો. તો નોંધી લો રેસિપી –

સામગ્રી

  • વધેલી રોટલી 5 નંગ
  • લાલ મરચું 1 ચમચી
  • સંચળ 1/2 ચમચી
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ રાતની અથવા તો સવારની વધેલી રોટલીને ફેંકી ન દેવાની એમાંથી ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ શકે છે તો રોટલીને ચોરાફળીના શેપમાં કટ કરી લો અને તેલ ગરમ થાય એટલે તળી લો રોટલી જલ્દી તળાઈ જશે એટલે એને વધારે ટાઈમ સુધી તળવી નહિ. થોડી ક્રિસ્પી થાય એટલે કાઢી લો પછી સંચળ અને મરચું મિક્સ કરીને બનાવેલો મસાલો એના ઉપર ભભરાવી દો તૈયાર છે ક્રિસ્પી નાસ્તો આ તમે સ્ટોર કરીને રાખી શકો છો જરૂરથી બનાવજો રોટલી વધે તો નાસ્તો બનાવી લેજો

વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચોરાફળી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.