રસોઈ

વધેલી રોટલી ફેંકશો નહીં, આ રીતે બનાવો તેમાંથી સ્વાદિષ્ટ પાતરા…. નોંધી લો રેસિપી

દરેક ઘરમાં મમ્મીઓને એક ફરિયાદ તો હશે જ કે છોકરાઓ રોટલી નથી ખાતા અને પછી વધી પડે છે. પછી આ વધેલી રોટલી વાસી થઇ જશે અને ફેંકવી પડશે. પણ કદાચ આ મમ્મીઓને નહિ ખબર હોય કે આ વધેલી રોટલીના પાતરા પણ બની શકે છે, જે એના બાળકોને ભાવશે પણ ખૂબ. તો ચાલો આજે જોઈએ વધેલી રોટલીનાં પાતરા બનાવવાની રેસિપી

સામગ્રી: 

 • વધેલી રોટલી – 6-7
 • બેસન – 1 કપ
 • મેથીની ભાજી – 1 ચમચો બારીક કાપેલી
 • લાલ મરચું પાઉડર – 1 નાની ચમચી
 • ધાણાજીરૂ પાઉડર – 1 નાની ચમચી
 • હળદર – 1/2 ચમચી
 • ગરમ મસાલા પાઉડર – સ્વાદ પ્રમાણે
 • મીઠું – સ્વાદ પ્રમાણે
 • લીંબુ – સ્વાદ પ્રમાણે
 • ખાંડ – લીંબુ પ્રમાણે

વઘાર માટે

 • તેલ – 2 ચમચા
 • રાઈ – 1 ચમચી
 • હિંગ – 2 ચપટી
 • તલ – 1 ચમચી
 • લીલા મરચા – 4-5

રીત:

સૌ પ્રથમ એક વાસણમાં મેથી અને બેસન લો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હળદર, ગરમ મસાલા પાઉડર, મીઠું, ખાંડ, અને લીંબુ નાખી દો. પછી તેમાં 2 ચમચી તેલનું મોંયણ નાખો અને આ બધું જ મિક્સ કરી તેના જરૂરિયાત મુજબનું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.

હવે રોટલી ઉપર તૈયાર કરીયેલી પેસ્ટ લગાવીને રોટલીનું બીડું વાળી લો. આ જ રીતે બધી જ રોટલીના બીડા બનાવી લો. આ તૈયાર કરેલા બીડાને વરાળે બાફી લો.

જ્યારે બફાઈ જાય યારે ગેસ બંધ કરી લો, અને બીડાને ઠંડા થવા દો. ઠંડા થઇ જાય ત્યારે બીડાને પાતરાની જેમ કાપી લો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, હિંગ, તલ, થોડી હળદર અને મીઠું નાખીને તેના લીલા મરચાને કાપીને નાખી દો. અને તેમાં રોટલીના કાપેલા પાતરા નાખીને મિક્સ કરી લો. અને તેને થોડી વાર માટે ચડવા દો.

ચડી જાય એટલે ગેસ બંધ કરી લો. ગરમાગરમ વધેલી રોટલીનાં પાતરા તૈયાર છે, તેને ગરમ જ સર્વ કરો.

નોંધ: બેસનની પેસ્ટમાં મેથીની ભાજી ન નાંખો તો પણ ચાલે, અને રોટલીના પાતરાના વઘારમાં મીઠો લીમડો પણ નાખો તો ચાલે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks