રસોઈ

વધેલી રોટલીમાંથી બનાવો ખાટ્ટા ઢોકળા, એકદમ નવી રેસિપી દ્વારા ઢોકળા બનાવો, નોંધી લો રેસિપી

ભારતીય ગૃહિણીને અન્નપૂર્ણા કહેવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ત્રી રસોઈમાં વધેલી વસ્તુઓ દ્વારા કોઈ પણ નવી વાનગી બનાવી શકે છે. બપોરે ભાત વધ્યો હોય તો સાંજે ભાત વઘારીને ખાઈ જાય, બપોરે દાળ વધી હોય તો સાંજે દાળ-ઢોકળી બની જાય અને બીજી ઘણી બધી વાનગીમાંથી કઈને કઈ બનાવી જ લેતી હોય છે. ત્યારે આવી જ ભારતીય ગૃહિણી માટે એકવી રેસિપી આજે હાજર છે, જેમાં વધેલી રોટલીમાંથી ઢોકળા બનાવી શકાય છે. તો નોંધી લો વધેલી રોટલીમાંથી ઢોકળા બનાવવાની રેસિપી –

સામગ્રી

  • વધેલી રોટલી 4 નંગ
  • છાશ 1 કપ
  • રવો 1 કપ
  • આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • ઇનો 1 ચમચી
  • હળદર 1/5 ચમચી
  • તેલ 3/4 મોટી ચમચી
  • રાઈ 1 ચમચી
  • લીમડી 4/5 નંગ
  • લીલા મરચા 2 નંગ
  • ધાણા ગાર્નિશિંગ માટે

રીત

સૌપ્રથમ રોટલીના ટુકડા કરી લો એમાં છાશ એડ કરી 10 મિનિટ પલાળવા દો પછી મિક્સરમાં ક્રશ કરી લો એક બૉઉલમાં કાઢી એમાં રવો એડ કરી હળદર, મીઠું અને તેલ એડ કરો પછી મરચા લસણની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો અને થોડી વાર રેસ્ટ આપો પછી સ્ટીમરને ગરમ કરવા મુકો અને મિક્સરમાં ઇનો એડ કરી મિક્સ કરી લો પછી પછી ઢોકળાની થાળી લઇ લો એને ગ્રીસ કરી એમાં બેટર એડ કરી લાલ મરચું ભભરાવી સ્ટીમ કરવા મૂકી દો સ્ટીમ થઈ જાય એટલે ચપ્પુ નાખી ચેક કરી લો ઢોકળા થઈ જાય એટલે વઘાર કરી લો તેલ, રાઈ એડ કરી લીમડી, લીલા મરચાથી વઘાર કરી પાથરી લો અને ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે વધેલી રોટલીમાંથી ખાટા ઢોકળા જરૂરથી બનાવજો

વધેલી રોટલીમાંથી ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.