રસોઈ

વધેલા ભાતના ટેસ્ટી ટોસ્ટ, આજે જ બનાવો અને જીતો લો બધાનું જ મન, નોંધી લો રેસિપી

સવારનો નાસ્તો હોય કે પતિની ફરમાઈશ, ચટપટું ખાવાની ભૂખ હોય કે પછી બાળકોનું હેલ્થી ટિફિન, દરેક વખતે તમને સરળતાથી બની જાય એવી નવી-નવી વાનગીઓની રુર પડે છે, કારણે કે બાળકો હો કે પતિ કે ઘરના બીજા સભ્યો, તને રોજ કઈંક જુદું જ જોઈતું હોય. ત્યારે ખૂબ જ ઓછા તેલમાં બનાવો વધેલા ભાતના ટેસ્ટી ટોસ્ટ, જે આ તમારા બપોરના વધલા ભાત પણ વપરાઈ જશે અને આ હેલ્ધી પણ છે.

તો એક જ વાર આ વાનગી ટ્રાય કરો અને બધાનું મન જીતી લો.

સામગ્રી

 • ૨ કપ ભાત
 • ૧/૨ દહીં
 • ૫ થી ૭ નંગ બ્રેડ
 • ૪ નંગ લીલું મરચું
 • ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
 • ૧/૩ કપ છીણેલું ગાજર
 • ૧/૨ કપ ટામેટું
 • ૧/૨ કપ કેપ્સકમ
 • ૧/૨ કપ ધાણા
 • ૧/૨ કપ આદુ લસણની પેસ્ટ
 • ૧ ચમચી લાલ મરચું પાઉડર
 • સ્વાદાનુસાર મીઠું
 • ૧/૨ ચમચી ચાટ મસાલો
 • ૧/૪ ચમચી હળદર
 • ૨ ચમચી ચોખા નો લોટ
 • ૨ થી ૩ ચમચી બટર અથવા તેલ શેકવા માટે

(નોંધ : ૨ કપ ભાત હોય તો ૧/૨ કપ દહીં લેવું. ૧ કપ ભાત હોય તો ૧/૪ દહીં લેવું.)

રીત:એક મિક્સરમાં ભાત, દહીં અને લીલા મરચાંને પીસી લો. (જરૂર લાગે તો થોડું પાણી નાખવું.)આ મિશ્રણને વાડકામાં કાઢી લો અને તેમાં સામગ્રી જણાવ્યા પ્રમાણે લાલ મરચું, મીઠું, ચાટ મસાલો, હળદર અને ચોખાનો લોટ આટલી વસ્તુ એડ કરી હલાવી લો.

ત્યારબાદ તેમાં સામગ્રી જણાવ્યા પ્રમાણ ડુંગળી, ટામેટું, ગાજર, કેપ્સિક, ધાણા અને આદુ લસણની પેસ્ટ એડ કરને બરાબર મિક્સ કરી લો. (વેજિટેબલ નાખ્યા પછી મિશ્રણ જડું લાગતું હોય તો થોડું પાણી નાખી લેવું. વધારે પાતળું ના થાય એનું ધ્યાન રાખવું)હવે બ્રેડની એક બાજુ આ મિશ્રણ લગાવી લો.

ત્યારબાદ એક તવો લો. તવો ગરમ થાય એટલે તેના પર બટર લગાવી બ્રેડની મિશ્રણ વરી બાજુ ઉપર મૂકી દો.બ્રેડની બીજી બાજુ પણ બટર લગાવી લો. અને બંને બાજુ એક સરખું સેકી લો..ટોસ તૈયાર છે. ટામેટાના સોસ સાથે પીરસો અને ઘરના બધા ભેગા થઈને તેની મજા માણો..

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks