ઝટપટ બની જાય તેવો સ્વાદિષ્ટ ઉપમા બનાવવાની આસાન અને પરફેક્ટ રીત, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો

0
Ads

શું તમે ઓછા તેલનો નાસ્તો કરવા માંગો છો? આજે દક્ષિણ ભારતનું લોકપ્રિય ભોજન ઉપમાની રેસિપી જોઈએ. ઉપમા એક પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ વાનગી છે, જેને સવારના નાસ્તામાં પીરસી શકાય છે. ઉપમા બનાવવા માટે રવાને શેકીને એમાં શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. આ સરળ રેસિપી દ્વારા ઘરે જ ઉપમા બનાવો અને ઘરના લોકોને ખવડાવો –

સામગ્રી

  • રવો 1/2 કપ
  • પાણી 11/2 કપ
  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • લીમડીના પતા 6/7 નંગ
  • સીંગદાણા 2 ચમચી
  • કાજુ 6/7 નંગ
  • લીલા મરચા 4/5 નંગ
  • ડુંગળી 1/2 કપ
  • કેપ્સિકમ 1/4 કપ
  • ગાજર 1/4 કપ
  • મીઠું 1 ચમચી
  • લીલા વટાણા 1/4 કપ
  • ટામેટા 1 નંગ
  • છાશ 1/4 કપ
  • ધાણા ગાર્નીસિંગ માટે

રીત –

સૌપ્રથમ એક પેનમાં રવાને શેકી લો પછી બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકી દો રવો શેકાય જાય એટલે બીજી પેનમાં તેલ ગરમ કરવા મુકો એમાં રાઈ એડ કરી ચણાની દાળ અને અડદની દાળ એડ કરી સેકી શેકી લો પછી એમાં લીમડીના પતા અને સીંગદાણા એડ કરી શેકી લો અને પછી લીલા મરચા, ડુંગળી, ગાજર, વટાણા અને કેપ્સિકમ, કાજુ એડ કરી મિક્સ કરી લો પછી એમાં રવો એડ કરી મિક્સ કરી લો પછી ટામેટા એડ કરી ફરી મિક્સ કરી લો થોડી વાર થાય એટલે એમાં ગરમ પાણી એડ કરી મિક્સ કરી લો પાણી બળી જાય એટલે એને ગરમ ગરમ ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે ઉપમા નાસ્તામાં જરૂરથી બનાવજો

ઉપમા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો

Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.