હાઇ ફેન્ડસ, કેમ છો?
આજે હું તમારા માટે એવી રેસીપી લઇને આવી છુ જે નાના મોટા બધાની ફેવરીટ છે પરંતુ તમે બઘા બજારમાંથી લાવતા હશો. તો મારી આ રેસીપીથી તમે ઘરે બનાવી શકશો અને એકદમ બહાર જેવા જ સ્વાદ સાથે. તો આજે જ બનાવો મારી આ રેસીપી તમારા કિચનમાં અને હા કમેન્ટસમાં જણાવાનું ભુલતા નહીં કે રેસીપી કેવી લાગી.સામગી્:
- પાકા ટામેટા-2 કિલો
- ખાંડ- 6-7 ટેબલ સ્પૂન
- લાલ મરચુ-1 ટેબલ સ્પૂન
- ગરમ મસાલો-1 ટેબલ સ્પૂન
- મીઠુ-સ્વાદ મુજબ
- વિનેગર-2 ટી સ્પૂન
રીત:
ટામેટા પાકા હોય તેવા લેવા. સરખા ધોઈને 1 ઈંચના સમારી લેવા. એક પેનમાં તેલ/બટર મુકીને સમારેલા ટામેટા ઉમેરીને થોડા મેશ થાય ત્યાં સુધી સાંતડો.ઠંડા પડે એટલે મિકસરમાં ક્શ કરી લો. ત્યારબાદ ક્શ કરેલી ટોમેટો પ્યોરીને ઝીણી ગરણી કે ચાયણીમાં ગાડી લો જેથી ટામેટાની છાલ અને બી કેચપમાં ના આવે.
તૈયાર કરેલી પ્યોરીને પેનમાં કાઢીને મિડિયમ આંચ પર મૂકો.હવે તેમાં ખાંડ ઉમેરીને મિડિયમ આંચ પર બધુ પાણી બડી જવા દો. ખાંડ પહેલા ઉમેરવાથી ખાંડનું જે પાણી થાય તે પ્યોરીનાં પાણી સાથે બડી જાય. કેચપ જેવુ થીક થાય એટલે તેમાં લાલ મરચુ, મીઠુ અને ગરમ મસાલો ઉમેરો.
થઈ જાય એટલે તેમાં વિનેગર ઉમેરીને ઠંડો થવા દો. તૈયીર થયેલા કેચપને સાફ બેટલમાં ભરીને ફિ્જમાં મૂકી દો.
આ કેચપ 6 મહિના સુધી બગડતો નથી.વેરીયેશન:
- ટામેટા પેનમાં સાંતડો ત્યારે ડુંગડી, લસણ, લીલા મરચા ઉમેરી શકો છો.
- તજ, લવિંગ આખા પણ ઉમેરી શકો છો ટામેટા સાંતડો ત્યારે.
- ટામેટા સાંતડવા ના હોય તો આખા ટામેટા પાણીમાં 10-15 મિનિટ માટે બ્લાન્ચ (ઉકાડી) લો અને ઠંડા થાય એટલે મિક્સરમાં પ્યોરી બનાવી દો. પણ સાંતડવાથી સ્વાદ વધારે સારો આવે છે.
તો તૈયાર છે હોમમેઇડ ટોમેટો કેચપ, એ પણ એકદમ માર્કેટ જેવો.
Author: Bhumika Dave GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks