ઉત્તરાયણ સ્પેશિયલ રસોઈ

ઉતરાયણ સ્પેશિયલ તલની ચીકી બનાવવાની પરફેક્ટ રીત, ક્લિક કરીને જાણો કેવી રીતે બને છે આ ખાસ વાનગી!!!

તલ અને ગોળથી બનાવવામાં આવતા અન્ય પકવાનોની જેમ જ ચીકી પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. મોટાભાગે આ શિયાળામાં ખાવા માટે બને છે. ઉતરાયણના તહેવાર નિમિતે આ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખાસ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તલના લાડુ કે ચીકી બનાવવામાં આવે છે. આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. તો ચાલો જોઈએ તલની ચીકી બનાવવાની રેસિપી –

તલની ચીકી બનાવવા માટે જોઈશે –

સામગ્રી

  • તલ 1 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1 ચમચી

રીત

સૌપ્રથમ તલ અને ગોળ લઇ લો પછી એક પેનમાં ઘી એડ કરી એમાં ગોળ એડ કરોજ્યાં સુધી ગોળ કલર બદલાય ના ત્યાં સુધી શેકી લો અને ગોળનો પાયો બનાવવાનો છે એટલે ગોળ શેકાય ત્યારે એનો પાયો ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લેવાનું અને ગોળ અને ઘીનું જે મિક્સર છે એના 2 ટીપા નાંખવાના 10/15 સેકન્ડ પછી જોવાનું એ ગોળ જો તોડવાથી તૂટી જાય તો એ પાયો તૈયાર છે જો ના તૂટે તો સમજવું કે પાયો તૈયાર નથી પછી તરત જ તલ એડ કરી મિક્સ કરી લેવું બરોબર મિક્સ થઈ જાય એટલે એને કિચન પ્લેટફોર્મ પર અથવા તો એક પ્લેટમાં પાથરી લેવું અને હાથ વડે સેટ કરી લેવું પછી વેલણથી વણીને એક સરખું કરી લેવું પછી ગરમ ગરમ કટ કરી લેવું તો તૈયાર છે તલની ચીકી ઉતરાયણ પર જરૂરથી બનાવજો

તલની ચીકી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.