અનોખી રીતના થેપલા બનાવો, આવા ટેસ્ટી થેપલા ક્યારેય નહિ બનાવ્યા હોય, નોંધી લો રેસિપી

0

થેપલા એટલે એક એવી વાનગી કે જે ગુજરાતીઓની ઓળખ કહેવામાં આવે છે. આ થેપલા દરેક ગુજરાતીના ઘરે નાસ્તામાં બનતા જ હોય છે. ત્યારે જે બાળકોને શાકભાજી ન ભાવતા હોય તેમને પણ આ થેપલા તો ભાવે જ, એવી વાનગી એટલે થેપલા. ત્યારે આજે પણ આ જ થેપલાની પણ અલગ રેસિપી તમારા માટે હાજર છે, જે દરેક બાળકને ભાવશે જ અને આમાં શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યપ્રદ પણ છે. તો રાહ કોની જુઓ છો, નોંધી લો રેસિપી –

સામગ્રી

  • છીણેલી કોબીઝ 1 કપ
  • છીણેલી ડુંગળી 1 કપ
  • છીણેલું ગાજર 1કપ
  • બાફી ને છીણેલો બટાકો 1કપ
  • ધાણા અથવા મેથી ના પતા 2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા જીરું 1/2 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • આમચૂર પાવડર 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • મરી પાવડર 1/2 ચમચી
  • તેલ 2 ચમચી
  • ઘઉં નો લોટ જરૂર મુજબ

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં ડુંગળી ગાજર બટાકા એડ કરો અને ઘણા એડ કરી મિક્સ કરી લો પછી એમાં મરચું મસાલા એડ કરી બરોબર મિક્સ કરી લો અને પાણી એડ કરવાની જરૂર નથી જેમ જેમ જરૂર પડે એમ લોટ એડ કરી લોટ બાંધતા જાવ બરોબર લોટ બંધાય જાય એટલે કોરો લોટ લઇ ને થેપલા વણી લો અને તવા ઉપર સેકી લો આ રીતે બનવજો જરૂર થી ભાવશે એક નવોજ ટેસ્ટ ખાવા મળશે રેસીપી કેવી લાગી જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here