ટેસ્ટી તવા પુલાવ બનાવો એક નવી ટ્રિકથી, મસ્ત મસાલેદાર તવા પુલાવ બનાવવાની પરફેક્ટ રીત

0

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આપણને ઘરે જ રહેવું પડે છે અને એમાં રોજ એકની એક વસ્તુ ખાવાનો કંટાળો પણ આવી રહ્યો છે. ત્યારે રોજ લોકો પોતાના ઘરમાં કોઈને કોઈ નવી વાનગી બનાવી રહયા છે. આજે એવી જ એક વાનગી લઈને આવ્યા છીએ કે જેને બનાવવાની સામગ્રી ઘરે જ હોય અને ખાવાની મજા આવે, તો હાજર છે લોકડાઉન સ્પેશિયલ તવા પુલાવ બનાવવાની રેસિપી –

સામગ્રી

  • ચોખા 2 કપ
  • તેલ 2 ચમચી
  • બટર 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ડુંગળી 2 નંગ
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • કેપ્સિકમ 1/2 કપ
  • ગાજર 1/2 કપ
  • લીલા વટાણા 1/2 કપ
  • ટામેટા 1 નંગ
  • પાવભાજી મસાલો 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ધાણા જીરું 1 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ધાણા ગાર્નિશિંગ માટે

રીત

સૌપ્રથમ ચોખાને ધોઈ લો અને એને બોઈલ કરી લો આ પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા લેશો ખુબ જ ટેસ્ટી બનશે ચોખા બોઈલ થઈ જાય એટલે એક પેનમાં તેલ એડ કરી બટર એડ કરો પછી જીરું નાખો તતડે એટલે ડુંગળી એડ કરી મિક્સ કરી લો એમાં આદુ મરચાની પેસ્ટ એડ કરી ફરી મિક્સ કરી લો ડુંગળી શેકાય એટલે એમાં ગાજર, કેપ્સિકમ, લીલા વટાણા એડ કરી થોડી વાર ઢાંકીને થવા દો પછી એમાં પાવભાજી મસાલો, મરચું, ધાણા જીરું એડ કરી મિક્સ કરી લો હવે ટામેટા એડ કરી મિક્સ કરી લો પછી એમાં બોઈલ કરેલા ચોખા એડ કરી મિક્સ કરી બરોબર મિક્સ થઈ જાય એટલે ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે તવા પુલાવ આ લોકડાઉનમાં ઘરે બનાવો અને મજા માણો.

તવા પુલાવ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.