વડોદરાનું પ્રખ્યાત સેવઉસળ ઘરે બનાવો ખુબ જ સરળ રીતે, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

0

આપણે સેવ ઉસળ તો ઘણીવાર ખાધું હશે પણ આપણને ગુજરાતમાં વડોદરાના પ્રખ્યાત સેવ ઉસળ ખાવાની ઈચ્છા તો અધૂરી જ રહી જાય, સિવાય કે તમે વડોદરા જાઓ અને ખાઓ તો. પણ બધા તો સેવ ઉસળ ખાવા માટે વડોદરા ન જય શકે ને! એટલા માટે તેમના માટે હાજર છે, વડોદરાના પ્રખ્યાત તરીવાળા તીખા સેવઉસળની રેસિપી, આજે જ બનાવો અને મજા માણો એના સ્વાદની.

સામગ્રી:

  • સફેદ વટાણા 1 બાઉલ
  • તેલ 3 ચમચી
  • ડુંગળી ની પેસ્ટ 1 નંગ
  • ટામેટા ની પેસ્ટ 1 નંગ
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • સેવઉસળ મસાલો 1 ચમચી
  • પાણી 1 લિટર
  • બેસન 2 ચમચી
  • લીલી ડુંગળી 1કપ
  • લીંબુ 2 નંગ
  • સેવઉસળની સેવ 1 કપ

રીત:સૌપ્રથમ વટાણા ને બાફી લો બઉ વધારે ના બાફતા થોડા કડક રાખજોપછી એક પેન લઇ લો એમાં તેલ એડ કરો પછી ડુંગળી પેસ્ટ એડ કરી સાંતળી લો પછી એમાં લસણ ની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો પછી એમાં હળદર એડ કરી મરચું ગરમ મસાલો સેવઉસળ મસાલો એડ કરી બરોબર મિક્સ કરી લો અને મસાલા ને સેકાવા દો પછી એમાં ટામેટા ની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો પછી એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી મસાલો સેકાવા દો પછી એમાં 1 લિટર જેટલું પાણી એડ કરી મિક્સ કરી લો અને રસો ઉકાળવા દો પછી રસો થોડો જાડો કરવા માટે બેસન માં પાણી એડ કરી સ્લરી બનાવી લો અને એડ કરી લો અને એમાં બાફેલા વટાણા એડ કરી મિક્સ કરી લો પછી ઉકળવા દો જેટલું ઉકાળશો એટલો ટેસ્ટ સારો આવશે અને તરી બનાવા માટે એક પેન માં તેલ મૂકી એમાં ડુંગળી અને ટામેટા ની એક એક ચમચી પેસ્ટ એડ કરી સેકી લો અને લાલ મરચું એડ કરી મીઠુ એડ કરી ને 3 ચમચી પાણી એડ કરી મિક્સ કરી લો તો તૈયાર છે તરી અને સેવઉસળ અને ગરમ ગરમ સર્વ કરો જો તમને તીખું ભાવતું હોઈ તો તરી વધારે એડ કરી ને સર્વ કરજોસર્વ કરતી વખતે – એક બાઉલ માં રસો અને વટાણા એડ કરો એમાં તરી નાખો સેવ નાખો લીલી ડુંગળી લીંબુ અને ગરમ મસાલો અને ફરી તરી નાખી ને પાવ સાથે સર્વ કરો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here