રસોઈ

આજે બનાવો ઓરેન્જ ટેંગ પાઉડરનો ઉપયોગ કરીને ખાંડ વગર બનતી મીઠાઇ, નોંધી લો રેસિપી

હેલ્લો મિત્રો, ફૂડશિવા ચેનલ આજે તમારા માટે લઈને આવી છે ટેંગ પાઉડરનો ઉપયોગ કરીને ઓરેન્જ ફ્લેવરની ખાટા મીઠા ટેસ્ટની મીઠાઇ. જે મીઠાઇ નાનાથી લઈને મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. અને આ મીઠાઈની ખાસિયત એ છે કે, આ મીઠાઇ બનાવવામાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો તો પણ મીઠાઇ સરસ બનશે અને નથી કોઈ કલર નો ઉપયોગ કરવાનો તો પણ મીઠાઇ બનશે ઓરેન્જ કલરની. તો ચાલો જોઈએ મીઠાઇ બનવાનો વીડિયો સાથેની રીત અને સામગ્રી –

સામગ્રી:

  • 70 ગ્રામ મિલ્ક પાઉડર
  • અડધો કપ દૂધ
  • 1 પેકેટ નાનું ટેંગ પાઉડરનું (તમે માત્ર 5 રૂપિયાવાળુ લેશો તો પણ ચાલશે )
  • 1 ચમચી ઘી
  • 2 બદામ કતરણ

બનાવવાની રીત:

1. ખાંડ વગરની ઓરેન્જ ફ્લેવરની મીઠાઇ બનાવવા માટે સૌથી પહેલા તો એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે.2. અને કઢાઈને ગેસ ઉપર મૂકી ગરમ કરો જેવી કઢાઈ એકદમ ગરમ થાય કે તરત જ એમાં ઘી એડ કરો.
3. ઘી એડ કર્યા પછી દૂધ એડ કરવાનું છે અને હલાવી લેવાનું છે.
4. દૂધ હલાવ્યા પછી તરત જ આપણે ઓરેન્જ ફ્લેવરનો ટેંગ પાઉડર એડ કરવાનો છે. ટેંગ પાઉડર એડ કર્યા પછી આપણે હલાવી લઈશું.5. હલાવ્યા પછી તરત જ દૂધ છે એ ઓરેન્જ કલરનું બની જશે. હવે ગેસની ફ્લેમ એક્દમ સ્લો કરવાની અને અને મિલ્ક પાઉડર એડ કરો.6. મિલ્ક પાઉડર એડ કર્યા પછી હલાવી લો. સતત હલાવતું રહેવાનુ છે. અને ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે તૈયાર થયેલ માવો તળિયે ચોટે નહી. 7. જેવો માવો એક્દમ સોફ્ટ અને તળિયે ચોટવાનું છોડી દે કે તરત જ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઇશું, અને હવે માવાને એક પ્લેટમાં કાઢી ઠંડો થવા દઇશું.8. માવો ઠંડો થાય કે તરત જ આપણે હાથની મદદથી જેવી રીતે પેંડાવાળી એ જ રીતે ગોળ ગોળ લૂઆ બનાવીને હળવે હાથે રોલ બનાવીશું. આવી જ રીતે બધા રોલ બનાવી લેવાના છે. જો તમારે રોલ નથી બનાવવા તો તમે ઓરેન્જ ફ્લેવરના પેંડા પણ બનાવી શકો છો. અને હવે બધા રોલ તૈયાર છે.9. દરેક રોલ ઉપર બદામની કતરણ વડે ડેકોરેટ કરો અને પછી સર્વ કરો.
આ મીઠાઇ માત્ર 5 મિનિટમાં જ બની જાય છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ઉપર આપેલ માપના આધારે 7 નંગ રોલ બને છે. માટે તમારે વધારે બનાવવા હોય તો માપ વધારે લેવું પડશે.
સૌજન્ય : ફૂડ શિવા રેસીપી
ટેંગ પાઉડરનો ઉપયોગ કરીને ખાંડ વગર બનતી મીઠાઇની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks