રસોઈ

સુરતની ફેમસ લીલી પાવભાજીનો અસલ સ્વાદ માણો ઘરે, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો

આપણે ત્યાં એક કહેવત છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. બધાને જ ખબર છે કે સુરત ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંની લગભગ દરેક વાનગી ખૂબ જ પ્રસિદ્ધ છે અને બધાને જ ભાવે પણ છે. ત્યારે આજે આપણે રેસિપી જોઈએ પાવભાજીની, પણ રેગ્યુલર પાવભાજીની નહિ પણ સુરતની ફેમસ લીલી પાવભાજીની, તો નોંધી લો સુરતની ફેમસ લીલી પાવભાજીની રેસિપી –

સામગ્રી

 • ફુલેવર 250 ગ્રામ
 • વટાણા 1 કપ
 • બટાકા 500 ગ્રામ
 • પાણી 1 કપ
 • મીઠું 1 ચમચી
 • પાલક 250 ગ્રામ
 • ધાણા 1 કપ
 • ડુંગળી 1 કપ
 • ટામેટા 1 કપ
 • લીલું લસણ 1/2 કપ
 • લીલા મરચા 7/8 નંગ
 • આદુ 2 ચમચી
 • તેલ 3 મોટી ચમચી
 • બટર 1 ચમચી
 • કેપ્સિકમ 1 નંગ
 • લીલી ડુંગળી (સફેદ ભાગ ) 1/2 કપ
 • પાવભાજીનો મસાલો 2 ચમચી

રીત

સૌપ્રથમ ફુલેવર, બટાકા, વટાણાને બાફી લો અને મેસ કરી લો પછી એક બાજુ પાલકને 2/3 મિનિટ ગરમ પાણીમાં બોઈલ કરી લો. વધારે નહિ કરવી નહિ તો લીલો કલર નહિ આવે અને પછી મિક્સરમાં પ્યૂરી બનાવી લો પછી મિક્સર જારમાં લીલા મરચા, ધાણા, આદુ, લીલું લસણ એડ કરી ક્રશ કરી લો અને પેસ્ટ બનાવી લો. પછી એક પેન લઇ લો એમાં તેલ બટર એડ કરી ગરમ થાય એટલે ડુંગળી એડ કરી શેકવા દો પછી એમાં ટામેટા એડ કરો. જો લીલા ટામેટા મળે તો એ જ લેવા થોડી વાર ચડે એટલે કેપ્સિકમ એડ કરી મિક્સ કરી લો. પછી એમાં લીલા મરચા ધાણાની પેસ્ટ એડ કરી લો પછી એમાં પાલકની પ્યૂરી એડ કરી મિક્સ કરી લો થોડી વાર થવા દો પછી એમાં બાફેલા શાકભાજી એડ કરી મીઠું એડ કરી લો અને સાથે પાવભાજી મસાલો પણ એડ કરી લો મિક્સ કરી લો થોડી વાર થવા દો જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો થોડી વાર ઢાંકીને થવા દો તો તૈયાર છે સુરતની ફેમસ લીલી પાવભાજી જરૂરથી બનાવજો અને પાવ અને બટર સાથે ગરમ ગરમ સર્વ કરો.

સુરતની ફેમસ લીલી પાવભાજી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.