રસોઈ

દિવાળી સ્પેશિયલ રેસિપી: સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સુંવાળી બનાવવાની પરફેક્ટ રીત, નોંધી લો અને આજે જ બનાવો

સુંવાળીને પારંપરિક રૂપથી લગ્ન અને હોળી તેમજ દિવાળી જેવા ખાસ તહેવારો અને અવસરો પર બનાવવામાં આવે છે. જો કે આજકાલ આ આખું વર્ષ નમકીનની દુકાનો પર મળતું રહે છે. આ સુંવાળી એટલે કે મીઠી પૂરીને મસાલા ચા સાથે કે અથાણાં સાથે પણ ઝટપટ નાસ્તાના રૂપમાં પીરસી શકાય છે. સુંવાળીને બનાવીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. ગુજરાતમાં સુંવાળી દિવાળીના તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે બને છે સુંવાળી –

સામગ્રી:

  • ખાંડ 1/2 કપ
  • પાણી 1/2 કપ
  • મેંદો 2 કપ
  • ઈલાયચી પાવડર 1/4 ચમચી
  • ઘી 2 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • તેલ તળવા માટે

રીત:સૌપ્રથમ એક બૉઉલમાં પાણી અને ખાંડ એડ કરી ખાલી ખાંડને ઓગાળવા માટે ગરમ કરી લો
પછી એક બૉઉલમાં મેંદો ચાળીને લઇ લો એમાં ઘી તલ એડ કરો પછી ઈલાયચી પાવડર એડ કરી
ખાંડવાળા પાણીથી લોટ બાંધી લો લોટ કઠણ બાંધવાનો છે
લોટ બંધાય જાય પછી 10/15 મિનિટ રેસ્ટ આપો પછી નાની નાની પુરીની સાઈઝની સુંવાળી વણી લો અને એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને પછી તળી લો થોડી લાલાશ પડે એટલે કાઢી લો પહેલા તમને નરમ લાગશે પણ ઠંડી પડશે એટલે થોડી ક્રિસ્પી થઈ જશે.

સુંવાળી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.