રસોઈ

સોયાબીનની વડીની સ્વાદિષ્ટ સબ્જી, ઘરે જ બનાવો સરળ રીતથી, નોંધી લો રેસિપી

ઘરમાં દિવસે કે રાતે જો કોઈક વાનગી કે જે જલ્દી બની જતી હોય તો એ છે સોયાબીનની સબ્જી. જે સૌથી સારો વિકલ્પ પણ છે. સોયાબીનની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સાથે જ ખૂબ જ ચટપટી અને મજેદાર પણ બને છે, જેથી બાળકોને પણ ભાવે છે. સોયાબીનમાં પ્રચુર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે ઉપયોગી હોય છે. બાળકોને સોયાબીનની સબ્જી ખવડાવવી જોઈએ કારણ કે સોયાબીનમાંથી મળતું પ્રોટીન બાળકોના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Image Source

સામગ્રી

 • સોયાબીન વડી – ૫૦૦ ગ્રામ
 • પાણી – બે કપ
 • દૂધ – એક ચમચી
 • ડુંગળી – બે મોટી
 • ટામેટું  -એક નંગ
 • આદુ લસણની પેસ્ટ – એક ચમચી
 • લાલ મરચું – એક ચમચી
 • હળદર – એક ચમચી
 • ગરમ મસાલો – એક ચમચી
 • મીઠું સ્વાદાનુસાર
 • જીરૂ – ૧/૪ ચમચી
 • તજ – એક નાનો ટૂકડો
 • લવિંગ – બે નંગ
 • લાલ સૂકા મરચા – બે નંગ
 • લીલા મરચા  – બે નંગ
 • તેલ – બે ચમચી
 • કોથમીર ગાર્નિશિંગ માટે
Image Source

રીત:

સૌથી પહેલા એક વાસણમાં દૂધ અને પાણીને મિક્સ કરો. પછી તેને ૫ મિનિટ માટે ગરમ કરો. હવે આ ગરમ થઇ જાય એટલે એમાં સોયાબીનની વડી નાખો અને પલાળી દો. હવે પછી સોયાબીનને નિતારીને તેમાંથી વધારાનું પાણી કાઢી નાખો.

આ પછી હવે એક કઢાઈમાં તેલ લો અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં જીરું, તજ, લવિંગ, ડુંગળી અને લીલા મરચા નાખીને શેકાવા દો. જયારે ડુંગળીનો કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા દો. શેકાઈ જાય એટલે એમાં આદુ-લસણની પેસ્ટ નાખો.

તેને સારી રીતે મિક્સ કરીને તેની અંદર ટામેટા નાખો. જયારે ટામેટા ઓલી જાય ત્યારે તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર, મીઠું નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો. તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં સોયાબીનની વડી નાખો અને તેને ઢાંકીને ૫ મિનિટ માટે ચડવા દો. આ પછી ગેસ બંધ કરીને ટેનમાં ઉપરથી લીલા ધાણા નાખીને ગાર્નિશ કરો. તૈયાર છે સોયાબીનની વડીની સબ્જી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App