સીંગ પાક, જેને બીજા શબ્દોમાં માંડવી પાક પણ કહેવાય છે, એ એક ટેસ્ટી ગુજરાતી મીઠાઈ છે, જે લગભગ દરેક ગુજરાતી રસોડામાં બનતી જ હશે. સામાન્ય રીતે આ સિંગદાણાનો ભૂકો કરીને ગોળ સાથે બનાવવામાં આવે છે. પણ જયારે વાત આવે ગૌરી વ્રતની ત્યારે આ વ્રતમાં ગોળ ન ખવાતો હોવાથી આ સિંગપાક ખાંડ સાથે બનાવવો પડે છે. સીંગ પાક ઉપવાસમાં ખૂબ જ ખવાય છે, કારણ કે આ ખાવાથી શરીરને પોષકતત્વો મળી રહે છે અને ઉપવાસમાં ભૂખ્યા રહેવા છતાં આ ખાઈને શરીરને જરૂરી તાકાત મળી જાય છે. તો આજે જાણી લો કઈ રીતે બને છે, ગૌરી વ્રતમાં ખવાય એવી મીઠાઈ સીંગ પાક –
સામગ્રી
- સેકેલા સીંગ દાણા પાવડર 250 ગ્રામ
- ખાંડ 3/4 કપ 120 ગ્રામ
- પાણી 1/3 કપ ચાસણી માટે
- ઘી 1 ચમચી
રીત
સૌપ્રથમ સીંગદાણા ને સેકી લો પછી એને મિક્સર માં પીસી લો
પછી 3/4 કપ ખાંડ લઇ લો અને 1/3 કપ પાણી એડ કરી ચાસણી બનાવી લો
અને ચાસણી એક તાર ની જ બનાવની છે
ચાસણી બની જાય એટલે એક વાર ચેક કરી લો એક તાર થાય છે કે નઈ પછી એમાં સીંગદાણા નો પાવડર એડ કરી દો
પછી એને મિક્સ કરી લો અને પછી ઘી એડ કરી મિક્સ કરી લો
પછી એને થોડું સેકાવા દો પછી બરોબર થઈ એટલે પછી એક પ્લેટ લઇ લો
અને એ પ્લેટ માં ઘી લગાવી દો પછી એમાં એ મિક્સર ને પાથરી લો પછી
એને 10/15 મિનિટ રેવા દો પછી ચોરસ સેપ માં કટ કરી લો
આ પાક તમે 1 અઠવાડિયા સુધી રાખી શકો છો અને આ એકદમ સોફ્ટ બનશે. જરૂર થી બનાવજો રેસીપી કેવી લાગી અમને જાનવજો
ગૌરી વ્રત સ્પેશ્યલ ફરાળી શીંગ પાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks