ઉતરાયણ સ્પેશિયલ સીંગની ચીકી બનાવવાની પરફેક્ટ રીત, જાણો કેવી રીતે બને છે- ઘરે જ બનાવો ચીકી

0
Advertisement

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા જ લોકો જાત-ભાતની ચીકી ખાતા હોય છે. આ સાથે જ શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવતો હોય અહી ચીકી ખાવાની પરંપરા છે. ઉતરાયણના આગળના દિવસે દરેક ગુજરાતીઓ જુદી-જુદી ચિક્કીઓ બનાવે છે. જેમાં તલની ચીકી, સિંગની ચીકી, ગોળપાપડી અને ઘણા લોકોને ત્યાં દાળિયાની ચીકી પણ બને છે. શીંગની ચીકી પણ બનાવા હોય છે. આ ચિકીને બનાવવામાં લાગે છે અને સહેલાઇથી બની જાય છે. શીંગની ચીકી બાળકો અને મોટેરા બંનેને ભાવે છે. આવો જોઈએ શીંગની ચીકી બનાવવાની રેસિપી.

શીંગની ચીકી બનાવવા માટે જોઈએ

સામગ્રી

  • શેકેલા સીંગદાણા 1 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1 ચમચી

રીત-

સૌપ્રથમ શેકેલા સીંગદાણા અને ગોળ લઇ લો પછી એક પેનમાં ઘી એડ કરી એમાં ગોળ એડ કરો.

જ્યાં સુધી ગોળ કલર બદલાય ના ત્યાં સુધી શેકી લો અને ગોળનો પાયો બનાવવાનો છે

એટલે ગોળ શેકાય ત્યારે એનો પાયો ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લેવાનું અને ગોળ અને ઘીનું જે મિક્સર છે એના 2 ટીપા નાંખવાના 10/15 સેકન્ડ પછી જોવાનું એ ગોળ જો તોડવાથી તૂટી જાય તો એ પાયો તૈયાર છે જો ના તૂટે તો સમજવું કે પાયો તૈયાર નથી
પછી તરત જ સીંગદાણા એડ કરી મિક્સ કરી લેવું બરોબર મિક્સ થઈ જાય

એટલે એને કિચન પ્લેટફોર્મ પર અથવા તો એક પ્લેટમાં પાથરી લેવું અને હાથ વડે સેટ કરી લેવું

પછી વેલણથી વણીને એક સરખું કરી લેવું પછી ગરમ ગરમ કટ કરી લેવું

તો તૈયાર છે શીંગની ચીકી ઉતરાયણ પર જરૂરથી બનાવજો

શીંગની ચીકી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here