રસોઈ

હોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર મજા માણો આ ઠંડાઈની!!!

હેલો મિત્રો, કેમ છો..!!

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને લોકો હોળીમાં જાત જાતની વાનગી બનાવતા હોય છે.. તો મિત્રો, આજે આપણે બનાવીશું ”હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ” આ ઠંડાઈ પીવાના ખુબ ફાયદા છે. તો ચાલો આજે બનાવીએ ”શાહી ઠંડાઈ”

બનાવવા માટેની સામગ્રી :-

  • દોઢ લિટર ફુલ ક્રીમવાળું દૂધ
  • 1 કપ ખાંડ
  • 1 ચમચી કેસરના તાંતણા

ઠંડાઈ પેસ્ટ બનાવવા માટેની સામગ્રી :-

  • 3/4 કપ પાણીમાં પલાળેલી બદામ (છોતરાં કાઢેલી)
  • 3/4 કપ પાણીમાં પલાળેલા પિસ્તા
  • 3 ચમચી પાણીમાં પલાળેલી ખસખસ
  • 3 ચમચી પાણીમાં પલાળેલા તરબૂચના બીજ
  • 2 ચમચી પાણીમાં પલાળેલા કાજુ

ઠંડાઈ પાવડર બનાવવા માટેની સામગ્રી :-

 • 4-5 લીલી ઈલાયચી
 • 8-10 મરી દાણા
 • 1 ચમચી ક્રશ કરેલી સુકી ગુલાબની પાંદડી
 • 1 ઈંચ તજનો ટુકડો

બનાવવા માટેની રીત :-
1. સૌ પ્રથમ તો એક પેન લો અને તેમાં દોઢ લિટર ફુલ ક્રીમ વાળા દુધને ઉકાળવા માટે મુકો.

૨. ત્યાર બાદ આપણે ઠંડાઈની પેસ્ટ બનાવવાની છે. આ માટે એક બ્લેન્ડર લો અને તેમાં પલાળેલા પિસ્તા, ખસ ખસ, પલાળેલી બદામ, તરબૂચના બીજ, અને પલાળેલા કાજુ અને 2 ચમચી ગરમ દૂધ નાખીને એની એક સ્મુધ ફાઇન પેસ્ટ બનાવી લો. અને સાઇડમાં રાખો.3. હવે આપણે ઠંડાઈ પાવડર બનાવવાનો છે. ફરીથી એક વાર મિક્સર જાર લો. તેમાં ઈલાયચી, આખા મરી, સુકી ગુલાબની પાંદડી અને તજનો ટુકડો નાખો અને તેનો પાવડર બનાવી લો અને તેને સાઇડ પર રાખો.

4. હવે જે દૂધ ઉકાળવા મૂક્યું છે તેમાં એક ચમચી કેસરના તાંતણા નાખો અને મિકસ કરી લો. ત્યારબાદ તેમાં એક કપ ખાંડ નાખો અને ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહો.5. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ઠંડાઈ પેસ્ટ નાંખો અને બરાબર મિકસ કરો. (ધ્યાન રહે કે દૂધમાં ગાંઠાના રહી જાય..!!)

6. દૂધને સારી રીતે હલાવ્યા બાદ તેમાં તૈયાર કરેલો એક ચમચી ઠંડાઈ પાવડર મિકસ કરો અને તેને પણ સારી રીતે હલાવો અને દૂધને થોડું ઉકાળવા માટે મુકી દો.7. ઠંડાઈ બની ગયા બાદ તેને એક જગ માં ટ્રાન્સફર કરી દો અને ઠંડી કરવા માટે મુકી દો.
પછી તેને ગ્લાસ માં નીકાળી ને સમારેલા પિસ્તા થી સર્વ કરો.

તો તૈયાર છે હોળી સ્પેશિયલ ”શાહી ઠંડાઈ”નોંધ:- ઠંડાઈ પેસ્ટ બનાવવા માટેની જેટલી પણ સામગ્રી છે તેને એક કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની છે.
અને જ્યારે પેસ્ટ કરો ત્યારે પાણી નિતારીને ઉપયોગમાં લેવાની છે.

તો ચાલો, હોળીના કલરફુલ રંગો સાથે મજા માણો મસ્ત મસ્ત ઠંડી ઠંડી ઠંડાઈનો….
ઘરે અચૂકથી બનાવજો આ શાહી ઠંડાઈ અને કહેજો જરૂર કે કેવી લાગી..!!

આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

લેખિકા: કિર્તિ જયસ્વાલ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks