રસોઈ

રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટી ચટપટા સેવ રોલ બનાવવાની રીત નોંધી લો અને ઘરે જ બનાવો

આપણે મોટાભાગે લગ્નોમાં કે પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે ઘણી જુદી-જુદી વાનગીઓ ખાધી હશે, જેમાંથી એક છે સેવરોલ. સેવરોલ આખા ભારતમાં લોકપ્રિય છે. સેવરોલ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ લાગે છે. ત્યારે આજે અમે તમારા માટે આ જ વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ કે જેથી તમે પણ આ વેકેશનમાં તમારા ઘરે પાર્ટી રાખો તો તમે આ વાનગી ઘરે જ ખૂબ જ સરળતાથી બનાવી શકો. આ વાનગીનો સ્વાદ એટલો અદભૂત લાગે છે કે એની તુલના બીજા કોઈને સાથે ન કરી શકાય. તો નાના-મોટા સૌને ભાવે એવી આ વાનગીની રેસિપી નોંધી લો –

સામગ્રી

  • બાફેલા બટાકા 3 નંગ
  • લીલા મરચા આદુની પેસ્ટ 1 ચમચી
  • બ્રેડ 2 નંગ
  • હળદર 1/2 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા જીરું 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરી પાવડર 1 ચમચી
  • ધાણા 1 કપ
  • તેલ તળવા માટે
  • મેંદો 2 ચમચી
  • પાણી 1 કપ
  • વરમીસિલી સેવ કોટિંગ કરવા માટે

રીત

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં એમાં બાફેલા બટાકા છીણી લો પછી એમાં આદુ-મરચાની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો અને એમાં બ્રેડનો ભૂકો એડ કરી એમાં બધા મરચું મસાલા એડ કરી લો અને બરોબર મિક્સ કરી લો ધાના એડ કરી મિક્સ કરી લો પછી એને રોલના શેપમાં વાળી લો પછી એક વાટકીમાં મેંદો લઇ લો એમાં પાણી એડ કરી સ્લરી બનાવી લો રોલને એમાં ડીપ કરી વરમીસીલી સેવના ભુકામાં ડીપ કરી એને તળી લોથોડો કલર બદલાય એટલે કાઢી લો તો તૈયાર છે સેવ રોલ આ જરૂરથી બનાવજો ખુબ જ ટેસ્ટી બનશે

સેવરોલ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.