રસોઈ

શેઝવાન પનીર ફ્રેન્કી: બહાર ફૂડ સ્ટોલ પરથી ના ખરીદો, ઘરે જ બનાવો તેનાથી પણ વધુ ટેસ્ટી બનશે- જરૂર વાંચો રેસિપી

જો તમે પોતાના બાળકને સ્કૂલે લઇ જવા માટે લંચ બોક્સમાં કંઈક ખાસ આપવા માંગતા હોવ તો તેમને ટિફિનમાં પનીર શેઝવાન ફ્રેન્કી બનાવીને આપો. આ ફ્રેન્કી તમારા બાળકને અને તેના મિત્રોને ભાવશે જ એટલે ડબ્બો ખાલી આવવાની ફૂલ ગેરેન્ટી. આ ખાઈને બધા તમારી કૂકીંગના વખાણ પણ કરશે એ બોનસ. તો ચાલો જાણીએ કઈ રીતે બને છે પનીર શેઝવાન ફ્રેન્કી –

Image Source

સામગ્રી –

 • તેલ – ૧ ટેબલસ્પૂન
 • લસણ – ૧ ટેબલસ્પૂન
 • શેઝવાન સોસ – ૨ ટેબલસ્પૂન
 • લાલ મરચું – 2 ટેબલસ્પૂન
 • કેચપ – ૨ ટેબલસ્પૂન
 • પનીર – ૧૯૦ ગ્રામ
 • મીઠું – ૧/૨ ટીસ્પૂન
 • કાળું મરચું – ૧/૪ ટીસ્પૂન
 • લીલી ડુંગળી – ૨ ટેબલસ્પૂન
 • મેંદો – ૧૮૦ ગ્રામ
 • બેકિંગ પાવડર – ૧ ટીસ્પૂન
 • પાણી – ૩૦૦ મિલી
 • તેલ – શેકવા માટે
 • ચાટ મસાલો – સ્વાદ માટે
 • ડુંગળી – સ્વાદ માટે
 • મોઝેરેલા ચીઝ – ગાર્નિશ કરવા માટે
Image Source

રીત –

 • એક પેનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરીને ૧ ટેબલસ્પૂન લસણ નાખો અને ૨-૩ મિનિટ શેકો
 • હવે એમાં ૨ ટેબલસ્પૂન શેઝવાન સોસ, ૧ ટેબલસ્પૂન લાલ મરચું, ૨ ટેબલસ્પૂન કેચપ નાખો અને મિક્સ કરો.
 • પછી એમાં પનીર નાખો અને સારી રીતે મિક્સ કરો અને ૩-૫ મિનિટ માટે પકાવો.
 • હવે ૧-૨ ટીસ્પૂન મીઠું, ૧/૪ ટીસ્પૂન કાળું મરચું, ૨ ટેબલસ્પૂન લીલી ડુંગળી મિક્સ કરો.
 • આ પછી બધું જ શેકાઈ જાય એટલે એક તરફ મૂકી દો.હવે એક બાઉલમાં ૧૮૦ ગ્રામ મેંદો, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી બેકિંગ પાવડર અને ૩૦૦ મિલી પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને એક ઝાડુ ખીરું તૈયાર કરી લો.
 • હવે એક તવા અપર થોડું ખીરું નાખો અને તેને પથારી લો અને ૨-૩ મિનિટ શેકો. એ પછી ઉપર તેલ લગાવો અને તેને ફેરવી લો. પછી બીજી તરફ પણ તેલ લગાવીને ૨-૩ મિનિટ શેકો.
 • બંને બાજુ સોનેરી કલર થાય ત્યાં સુધી શેકો અને પછી તેને ઉતારી લો. હવે તેને એક પ્લેટમાં લઈને તેની પર થોડો ચાટ મસાલો છાંટો, એ પછી ડુંગળી અને પનીરનું તૈયાર કરેલું મિશ્રણ નાખો. આ પછી મોઝેરેલા ચીઝ ભભરાવીને આને રોલ કરીને એલ્યુનીમિયમ ફોઈલમાં લપેટો.
 • તૈયાર છે પનીર શેઝવાન ફ્રેન્કી, જે તમારા બાળકને ખૂબ જ પસંદ પડશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks