સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ટેસ્ટી સંભાર રેસીપી જોવાનું ભૂલશો નહિ, નોંધી લો રેસિપી અને ઘરે જ બનાવો પરફેકટ હોટલ જેવો સંભાર

0

સંભાર એક દક્ષિણ ભારતીય વાનગી છે, જેને દક્ષિણ ભારતમાં ખૂબ જ સ્વાદ લઈને ખાવામાં આવે છે. ત્યાંના લોકો કોઈ પણ સમયે ભોજનમાં સંભાર લેવાનું પસંદ કરે છે. દાળ અને શાકભાજીઓથી બનતો સંભાર પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તેને ઈડલી, મેંદુવડા, ઢોસા વગેરે વાનગીઓ સાથે ખાવામાં આવે છે. તો આજે હાજર છે આ પૌષ્ટિક વાનગીની રેસિપી –

સામગ્રી – 

દાળ બાફતી વખતે –

  • તુવેર દાળ 1/2 કપ
  • પાણી 2/1 કપ
  • મીઠુ 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • તેલ 1/2 ચમચી
  • ગાજર 3/4 ચમચી
  • ફણસી 3/4 ચમચી
  • બટાકો 1 નાનો
  • સરગવાની સીંગ 4/5 નંગ નાના પીસ

વઘાર કરવા માટે – 

  • તેલ 2 ચમચી
  • રાય 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • મેથી ના દાણા 1/4 ચમચી
  • સુકા લાલ મરચા 2 નંગ
  • લીમડી ના પતા 5 નંગ
  • હિંગ 1/4 ચમચી
  • ડુંગળી 1 નંગ
  • ટામેટું 1 નંગ
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણા ઝીરું પાવડર 1/2 ચમચી
  • સંભાર મસાલો 2 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • આમલી પાણી 3 ચમચી
  • પાણી 1/2 કપ
  • ધાણા ગાર્નીસિંગ માટે

રીત –
સૌપ્રથમ દાળને પલાળી લો 2/3 કલાક માટે
પછી એને ધોઈ લો અને કુકરમાં બાફી લો
એમાં તેલ હળદર મીઠુ એડ કરી પાણી એડ કરી બાફી લો અને ગાજર ફણસી બટાકા અને સરગવાની સીંગને પણ એક બાઉલમાં કુકરમાં મૂકી બાફી લો બફાય જાય એટલે દાળને વલોવી લો પછી એક પેન મૂકી એમાં તેલ એડ કરો અને રાય સુકા મરચા અડદ દાળ મેથી લીમડી હિંગ આદુ લસણ ડુંગળી બધું એડ કરી બરોબર સેકી લો અને પછી બધા મસાલા એડ કરી સંભાર મસાલો એડ કરો અને પછી ટામેટું અને આમલી નું પાણી એડ કરી મિક્સ કરી લો અને પછી દાળ અને વેજીસ એડ કરી દો અને મિક્સ કરી લો અને તમને લાગે તો પાણી એડ કરી શકો અને થોડી વાર થવા દો ઉકળી જાય એટલે ધાણા એડ કરી સર્વ કરો ગરમ ગરમ ઢોસા ઈડલી મેદું વડા સાથે

તૈયાર છે સંભાર જરુર થી બનાવજો રેસીપી કેવી લાગી જણાવજો

સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ટેસ્ટી સંભાર બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here