એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રીંગણ બટાકાનું શાક, આવી રીતે ક્યારેય નહિ બનાવ્યું હોય, નોંધી લો રેસિપી

0

રીંગણ બટાકાનું શાક લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું હોય છે. એકલા રીંગણનું શાક લગભગ ઓછા લોકોને ભાવતું હોય છે પણ જો એને બટાકા નાખીને બનાવવામાં આવે તો એ બધાને જ ભાવે છે. આ શાક ઘણી અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આ શાકને રોટલી કે પરાઠા સાથે કે બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકાય છે. એને ટામેટા નાખીને બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ વધુ સારો લાગે છે. તો ચાલો આજે જોઈએ રીંગણ-બટાકાનું શાક બનાવવાની રેસિપી –

સામગ્રી –

  • રીંગણ – 3 નંગ
  • બટાકા – 2 નંગ
  • તેલ – 2 ચમચી
  • રાઈ – 1/2 ચમચી
  • ઝીરું – 1/2 ચમચી
  • હિંગ – 1/4 ચમચી
  • હળદર – 1/4 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ – 1 ચમચી
  • લાલ મરચું – 1 ચમચી
  • મીઠુ – 1 ચમચી
  • ધાણા ઝીરું – 1 ચમચી
  • અથાણાં સંભાર – 1 ચમચી
  • સીંગદાણાનો ભૂકો – 2 ચમચી
  • પાણી – 1 ગ્લાસ
  • ટામેટું – 1 નંગ
  • ગોળ – 1 ચમચી
  • ગરમ મસાલો – 1/4 ચમચી
  • ધાણા – ગાર્નિશિંગ માટે

રીત –

સૌપ્રથમ રીંગણ બટાકાને સમારી લો અને પાણીથી ધોઈ લો અને પછી એક પેનમાં તેલ મૂકી ઝીરું રાઈ એડ કરી મરચું મસાલા એડ કરી મિક્સ કરી લો પછી એમાં આદુ મરચાની પેસ્ટ એડ કરી મિક્સ કરી લો પછી એમાં રીંગણ બટાકા ધોઈને નાખી દો અને બરોબર મિક્સ કરી લો અને પછી અથાણાં સંભાર એડ કરો એનાથી ટેસ્ટ ખુબ જ સરસ આવશે પછી થોડી વાર થાય એટલે એમાં પાણી એડ કરી મિક્સ કરી લો અને થવા દો પછી ચડી જાય એટલે એમાં ટામેટા એડ કરો અને મિક્સ કરી લો અને એમાં સીંગદાણાનો ભૂકો એડ કરી મિક્સ કરી લો
પછી એમાં ગરમ મસાલો એડ કરો અને 1 ચમચી જેટલો ગોળ નાખી મિક્સ કરી લો થોડું પાણી બરી જાય એટલે મિક્સ કરીને ધાણા ગાર્નીસ કરી સર્વ કરો ગરમ ગરમ ખુબ જ સરસ ટેસ્ટ આવશે આજે જ બનાવો

રીંગણ બટાકાનું શાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here