રસોઈ

રાજકોટની પ્રખ્યાત ચટણીનો સ્વાદ માણો ઘરે, આજે જ બનાવો, નોંધી લો રેસિપી

આપણે ત્યાં કોઈ પણ ફરસાણ હોય એની સાથે ખાવા માટે ચટણી હોય જ છે. જુદા-જુદા પ્રકારના ફરસાણ સાથે જુદા-જુદા પ્રકારની ચટણી ખવાય છે. આપણે ત્યાં આમલીની ચટણી, કોઠાની ચટણી, ધનની ચટણી, લસણની ચટણી અને એવા કેટલાય પ્રકારની ચટણી જોવા મળે છે. ત્યારે આપણે આજે જોઈએ રાજકોટની ફેમ ચટણી બનાવવાની રેસિપી, રાજકોટની ફેમસ ચટણી બનાવવા માટે જોઈશે –

સામગ્રી –

  • લીલા મરચા 1 કપ
  • સીંગદાણા ભૂકો 1/2 કપ
  • મીઠુ 1/2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • હિંગ 1/4 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી

રીત

સૌપ્રથમ લીલા મરચા અને સીંગદાણાનો ભૂકો લઇ મિક્સરમાં પીસી લો પછી એમાં હિંગ મીઠુ અને હળદર એડ કરી ફરી પીસી લો પછી લીંબુનો રસ એડ કરી ફરી પીસી લો તો તૈયાર છે રાજકોટની ફેમસ ચટણી આ તમે કોઈ પણ ફરસાણ અથવા તો જમવામાં પણ લઇ શકો છો જરૂરથી બનાવજો

રાજકોટની ફેમસ ચટણી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.