રસોઈ

બાળકોને ભૂખ લાગે તો બનાવી આપો એમનો મનપસંદ નાસ્તો, પોટેટો સ્માઈલી સરળ રીતે બની જશે

બાળકોને કઇંકને કઈંક નવું ખાવા જોઈએ. જો બાળકોનું ચાલે તો તેઓ રોજેરોજ બટાકા જ ખાયા કરે, કારણ કે મોટેભાગના બાળકોને બટાકા અને એમાંથી બનતી વાનગીઓ જ સૌથી વધુ ભાવે છે. ત્યારે બટાકામાંથી તેમના માટે રોજે રોજ શું બનાવી શકાય એ દુવિધા આપણા માટે રોજ ઉભી જ હોય છે. તો આજે બટાકાની આવી જ એક રેસિપી હાજર છે તમારા માટે કે જે સરળતાથી બની પણ જશે અને બાળકોને ભાવશે પણ ખરી.

બાળકોને નવી અને યુનિક વસ્તુ ખાવાની ખુબ જ મજા આવે આવી જ એક નવી રેસિપી લાવી છું પોટેટો સ્માઈલી, જે બનાવવા માટે જોઈશે

સામગ્રી

  • બટાકા બાફેલા 500 ગ્રામ
  • કોર્ન ફ્લોર 3 ચમચી
  • ટોસ્ટ પાવડર 3 ચમચી
  • લાલ મરચું 1/2ચમચી
  • મીઠુ 1 ચમચી
  • મરી પાવડર 1/2ચમચી
  • તેલ 1 ચમચી
  • તેલ તળવા માટે

રીત:

સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી લો પછી એમાં કોર્ન ફ્લોર એડ કરો અને મિક્સ કરો લો પછી એમાં મીઠુ લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લો પછી એમાં ટોસ્ટ અથવા તો બ્રેડ નો ભૂકો એડ કરો અને લોટ જેવું બાંધી લો પછી થોડી વાર રેસ્ટ આપો
અને એમાં તેલ એડ કરી મસળી લો પછી એક પ્લાસ્ટિક નજ થેલી લો એમાં એ બટાકા ના માવા ને પ્લાસ્ટિક થેલી વચ્ચે એડ કરી વણી લો મોટી રોટલી જેવું પછી બોટલ ના ઢકન વડે ગોળ ગોળ આકાર પડી લો પછી સ્ટ્રોં ની મદદ થી એની આંખ બનાવી દો અને ચમચી ની મદદ થી સ્માઈલી બનાવી લો અને એક બાજુ તેલ મૂકી તેલ માં તળી લો થોડા ક્રિસ્પી થઈ જાય એટલે કાળી લો અને સર્વ કરો તો તૈયાર છે સ્માઈલી જરૂર થી બનવજો રેસીપી કેવી લાગી જણાવજો કેમ કે મારા બાળક ને ખુબજ ભાવી છે હું ઉમ્મીદ કરું છું કે તમારા બાળકો ને પણ ભાવશે જરૂર થી બનવજો હું આવીજ એક નવી રેસીપી લઇ ને ફરી મળીશ ત્યાં સુધી આવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks