દિવાળી સ્પેશિયલ રેસિપી: નાયલોન પૌવાનો ટેસ્ટી અને ક્રિસ્પી ચેવડો બનાવવાની રીત

0
2

દિવાળીના નાસ્તાઓ બનાવવાની તૈયારીઓ શરુ થઇ ગઈ છે ત્યારે દિવાળીમાં બનતો નાસ્તો નાયલોન પૌઆના ચેવડા વિના પૂરો નથી થતો. ત્યારે આજે આપણે જાણીશું નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત. પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત –

સામગ્રી –

  • નાયલોન પૌવા 500 ગ્રામ
  • તેલ 2/3 ચમચી
  • સીંગદાણા 2 મોટી ચમચી
  • ઝીરું 2 ચમચી
  • કાજુ 2 ચમચી
  • બદામ 2 ચમચી
  • દ્રાક્ષ 2 ચમચી
  • સૂકું કોપરું 2 ચમચી
  • દાડિયા 2 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • ખાંડ 1 ચમચી
  • લીમડી 4/5 નંગ
  • લીલા મરચા 1 નંગ

રીત –

સૌપ્રથમ પૌવાને ચાળણીથી ચાળી લો અને પછી એને એક પેનમાં ધીરા તાપે શેકી લો પછી શેકાય જાય એટલે એને બાજુ પર મૂકી દો અને પેનમાં તેલ મુકો એમાં સીંગદાણા કાજુ બદામ દ્રાક્ષ કોપરું બધું ફ્રાય કરીને કાઢી લો પછી તેલ મુકો ઝીરું એડ કરી લીમડી લાલ મરચું એડ કરી શેકવા દો પછી હળદર એડ કરી મિક્સ કરો પછી એમાં શેકેલા પૌવા એડ કરો અને મિક્સ કરી લો પછી મીઠુ અને ખાંડ એડ કરી મિક્સ કરી લો ખાંડ જો તમે વપરાતા હોય તો જ એડ કરવી પછી જે બધું ફ્રાય કરીને રાખ્યું હતું એ એડ કરી મિક્સ કરી લો અને બરોબર મિક્સ કરી લો તૈયાર છે પૌવાનો ચેવડો એમાં તમે ઝીણી સેવ અથવા ફરાળી ચેવડો એડ કરી શકો છો ટેસ્ટ સારો લાગશે જરૂરથી બનાવજો

નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here