પટ્ટી સમોસા બનાવવાની પરફેક્ટ રીત, એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

0

ખૂબ જ પ્રખ્યાત ટી-ટાઈમ નાસ્તો એટલે સમોસા, સમોસા આખા દેશમાં લગભગ બધે જ ખવાય છે. સમોસા સ્ટ્રીટ ફૂડ પણ છે અને રેસ્ટોરન્ટ કે કેફેમાં મળતી પાર્ટી ટાઈમ વાનગી છે. બાફેલા બટાકાને વટાણા નાખીને સ્ટફિંગ બનાવવામાં આવે અને પછી તેને મેંદાની રોટલીમાં ભરવામાં આવે. પછી તેને તળીને ચટણી સાથે પીરસવામાં આવે. જો કે સમોસાના ઘણા પ્રકાર છે, ત્યારે આજે જાણીએ પટ્ટી સમોસા બનાવવાની રેસિપી –

સામગ્રી

  • લોટ બાંધવા માટે
  • મેંદો 11/2 કપ
  • મીઠુ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • પાણી 1 ગ્લાસ
  • મેંદા ની સલરી બનાવા માટે
  • મેંદો 2 ચમચી
  • પાણી 1/4કપ
  • બાફેલા બટાકા 300 ગ્રામ
  • લીલા મરચા 1 ચમચી
  • લાલ મરચું 1/2 ચમચી
  • હળદર 1/4 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આમચૂર પાવડર 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • ડુંગળી 1 નંગ સમારેલી
  • લીલા વટાણા 1/3 કપ
  • ધાણા 2 ચમચી
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ મેંદા નો લોટ બાંધી લો બઉ કઠણ નઈ બાંધવા નો થોડો ઢીલો રાખવો લોટ બંધાય જાય એટલે એને થોડો રેસ્ટ આપો અને એમાં તેલ એડ કરી મસળી લો લોટ બંધાય જાય એટલે આપડે પટ્ટી બનાવી લઈએ એના માટે નાની રોટલી ની સાઈઝ ની 2 રોટલી વણી લો પછી એક રોટલી પર તેલ લગાવી એના ઉપર બીજી રોટલી મૂકી વણી લો અને મોટી અને એકદમ પાતળી વણી લેવાની પછી એને તવા ઉપર થોડીક સેકી લો થોડા બબલ બને એટલે એને ઉતારી લો અને જે બે પળ હતા એને છુટા પડી લો એટલે તમારી સમોસા ની પટ્ટી તૈયાર છે. હવે સમોસાનો માવો બનાવી લો એના માટે એક બૉઉલમાં બટાકા નો માવો એડ કરી એમાં બધા મસાલા એડ કરી લીલા મરચા વટાણા અને ડુંગળી એડ કરી મિક્સ કરી લો બરોબર મિક્સ થાય જાય એટલે આપડે જે પટ્ટી બનાવી તી એ લઇ લો અને એને બેઉ બાજુ થી કટ કરી લો અને ચોરસ સેપ બનાવી લો પછી થોડીક ઉભી પટ્ટી ના સેપ માં કટ કરો અને પછી એ પટ્ટી ને વાપરી ને સમોસા નો માવો ભરી લો અને સમોસા વાળી લો.

બધા સમોસાવાળી લો પછી એક પેન લઇ લો એમાં તેલ ગરમ કરીને સમોસા તળી લો થોડા લાલ પડે એટલે      એને કાળી લો તૈયાર છે આપડા પટ્ટી સમોસા જરૂરથી બનવવજો          રેસીપી કેવી લાગી અમને જણાવજો હું તમારી માટે આવી નવી નવી રેસીપી લાવતી રઈશ ત્યાં સુધીને આવજો.

પટ્ટી સમોસા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડિયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here