હોટેલ જેવું જ પંજાબી ગ્રેવીવાળું મટર પનીરનું શાક ઘરે બનાવવાની પરફેક્ટ રીત, નોંધી લો રેસિપી

0
Advertisement

પનીરનું શાક સ્વાદમાં ખૂબ જ લાજવાબ લાગે છે. પનીરનું શાક કોઈ પણ પાર્ટીમાં કે ક્યારેય પણ પોતાના ઘરે પણ બનાવીને ખાઈ શકાય છે. આની સૌથી ખાસ વાત એ છે કે પનીરનું ઘરે બનાવેલું શાક પણ હોટલના સ્વાદવાળું જોઈતું હોય છે. પતિ કે બાળકોને પણ એમ જ હોય છે કે આજે ઘરે જ હોટલ જેવું પનીરનું શાક ખાવા મળશે. એટલા માટે તમારે અહીં આપેલી રેસિપીથી પનીરનું શાક બનાવવાનું. તો નોંધી લો પનીરનું શાક બનાવવાની રેસિપી અને હોટલ જેવા સ્વાદનું ઘરે જ બનાવો શાક –

સામગ્રી –

 • ડુંગળી 2 નંગ
 • ટામેટા 2 નંગ
 • લસણ 5 નંગ
 • આદુ 2 નાના ટુકડા
 • લીલા મરચા 2 નંગ
 • મીઠુ સ્વાદાનુસાર
 • તેલ 2 ચમચી
 • બટર 1 ચમચી
 • ઝીરું 1 ચમચી
 • લાલ મરચું 1 ચમચી
 • ધાણા ઝીરું 1 ચમચી
 • કિચન કિંગ મસાલો 1 ચમચી
 • ગરમ મસાલો 1/2 ચમચી
 • લીલા વટાણા 1 ચમચી
 • પનીર 200 ગ્રામ

રીત –

સૌપ્રથમ ડુંગળીને સમારી લો પછી એક પેનમાં તેલ મૂકી ડુંગળી એડ કરી લસણ આદુ મરચા એડ કરી તેલમાં સાંતળી લો પછી એમાં ટામેટા એડ કરી થોડી વાર ઢાંકી દો થોડી વાર થાય એટલે એને મિક્સરમાં પીસી લો પછી ફરી એજ પેનમાં બટર એડ કરી તેલ એડ કરી એમાં ઝીરું એડ કરો પછી જે પ્યૂરી બનાવી હતી એ એડ કરી મરચું મસાલા એડ કરી મિક્સ કરી લો થોડી વાર થઈ એટલે ગ્રેવી જાડી થઈ જશે પછી એમાં વટાણા એડ કરી મિક્સ કરી લો પછી એક ગ્લાસ પાણી એડ કરો પછી પનીર એડ કરી ઢાંકી દો થોડી વાર થવા દો થોડું પાણી બળી જાય એટલે મિક્સ કરી લો અને સર્વ કરો ગરમ ગરમ તૈયાર છે મટર પનીરનું શાક આજે જ બનાવો ઘરના મસાલાથી

પનીરનું શાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here