રસોઈ

હવે બનાવો ટેસ્ટી પનીર ફ્રેન્કી, બાળકો થી લઈને મોટાઓ ને ચોક્કસથી જ ભાવશે! તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ…

ફ્રેન્કી એક એવી વાનગી છે જે જલ્દી બની પણ જાય છે અને ઘરના દરેક સભ્યને પસંદ પણ આવે છે. ખાસ કરીને બાળકોને. તો આજે અમે તમને જણાવીશું પનીર ફ્રેન્કી બનાવવાની રેસિપી. જેની તૈયારી કરવા માટે સમય લાગશે 25-30 મિનિટ, અને બનાવતા લાગશે 25-30 મિનિટ.

નોંધ- અહી આપેલી સામગ્રીનું પ્રમાણ 4 વ્યક્તિઓ માટે છે.

સામગ્રી: 

 • છીણેલું પનીર 100 ગ્રામ
 • મેંદાની રોટલી – 4 નંગ
 • છીણેલા બટાકા – 2
 • મીઠું સ્વાદ અનુસાર
 • લીંબુ રસ 1 મોટો ચમચી
 • હળદરનો પાવડર 1/4 નાની ચમચી
 • લાલ મરચું પાવડર 1/2 નાની ચમચી
 • જીરું પાવડર 1 નાની ચમચી
 • આમચૂર 1 નાની ચમચી
 • ચાટ મસાલો 1/2 નાની ચમચી
 • તાજા સમારેલા ધાણા 2 મોટી ચમચી
 • તેલ ટાળવા માટે
 • કોબીજ 1/4 નાનું નંગ
 • ગાજર 1 નંગ

રીત

એક વાટકામાં છીણેલું પનીર લો. તેમાં બટાકા, મીઠું, લીંબુનો રસ, હળદર પાવડર, આમચૂર, અને ચાટ મસાલો નાખો. ઝીણા સમારેલા ધાણાને નાખો અને પછી સારી રીતે મિક્સ કરી લો. પછી તેના લાંબા આકારના કબાબ બનાવી લો.

એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં બધા જ કબાબને શેકો. એક બાજુ શેકાઈ જાય એટલે તેને પલટીને બીજી બાજુથી પણ શેકી લો. પછી એક બીજા વાટકામાં કોબીજને ઝીણું સમારી લો. એ જ રીતે ગાજરને પણ ઝીણું સમારી લો. પછી તેને ઠંડુ કરવા ફ્રિજમાં મૂકી દો.

કબાબ શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો. હવે તવા પર મેંદાની રોટલી હલકી ગરમ કરી લો. દરેક રોટલી પર એક-એક કબાબ મુકો અને થોડું કોબીજ અને ગાજરથી તૈયાર કરેલું સલાડ મૂકી દો. ઉપર થોડો ચેટ મસાલો અને થોડું જીરું પાવડર ભભરાવો. હવે રોટલીનો રોલ બનાવી દો.

પનીર ફ્રેન્કી તૈયાર છે. તેને ટોમેટો કેચઅપ અને સલાડ સાથે સર્વ કરી શકાય.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ