રસોઈ

શિયાળાની ઋતુમાં ઘરે ગરમા-ગરમ બનાવો ‘વેજીટેબલ સૂપ’ નોંધી લો રેસિપી

શિયાળાની ઋતુ નજીક આવી રહી છે. ત્યારે ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. વેજીટેબલ સૂપ ઘરે બનાવવું બહુ જ સહેલું છે તો સાથે-સાથે વેજીટેબલ સૂપમાંથી પ્રોટીન અને વિટામીન પણ મળી જાય છે.

વેજીટેબલ સૂપમાં તાજા શાકભાજી જેવા કે, ગાજર, મકાઈના દાણા, કોબી અને સિમલા મિર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂપમાં તમારી પસંદગી મુજબ કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો.

Image Source

આવો જાણીએ વેજીટેબલ સૂપ બનાવવાની પરફેક્ટ રીત

સામગ્રી:

 • ડુંગળી: 2 કપ
 • લસણ : 2 ટી.સ્પૂન
 • ગાજર: 1/3 કપ (સમારેલું)
 • કોબી: 1/3 કપ (સમારેલું)
 • મકાઈના દાણા: 1/3 કપ
 • ફ્રેન્ચ બીન્સ: 1/3 કપ (સમારેલી)
 • મરી પાવડર: 1/4 ટી.સ્પૂન
 • વિનેગાર: 1/2 ટે.સ્પૂન
 • કોર્નફ્લોર: 2 ટે.સ્પૂન બટર
 • બટર અથવા તેલ: 1/2 ટે.સ્પૂન
 • પાણી અથવા વેજીટેબલ સ્ટોક: અઢી કપ
 • મીઠું : સ્વાદાનુસાર

રીત:

Image Source

સૌ પ્રથમ બધા શાકભાજીને બારીક સમારી લો.

ત્યારબાદ એક નાની વાટકીમાં 2 ટે.સ્પૂન કોર્નફ્લોરમાં 3 ટે.સ્પૂન પાણી ઉમેરી હલાવો.

ત્યારબાદ એક કડાઈમાં મધ્યમ આંચ પર 1/2 ટે.સ્પૂન તેલ અથવા બટર ગરમ કરો. ત્યારબાદ તેમાં લસણ અને ડુંગળી ઉમેરો.1થી 2 મિનિટ સુધી સાંતળી તેમાં ગાજર, કોબી, મકાઈના દાણા, ફ્રેન્ચ બીન્સ અને મીઠું ઉમેરો.

ત્યારબાદ આ શાકભાજી 3થી 4 મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ અઢી કપ જેટલું પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરી સારી રીતે મિશ્રણ કરી ઉકાળવા માટે રાખો. ત્યારબાદ તેમાં મરી પાવડર ઉમેરો.

કોર્નફલોર વાળું પાણી આ મિશ્રણમાં ઉમેરી લગાતાર ચમચીથી હલાવતા રહો જેથી ગાંઠા ના પડે. આ મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી હલાવતા રહો. લગભગ 7થી 8 મિનિટ થશે.

Image Source

ત્યારબાદ તેમાં વિનેગાર ઉમેરી બરાબર મિશ્રણ કરો. બરાબર મિશ્રણ થયા બાદ ગેસ બંધ કરો.

તો તૈયાર છે ગરમાગરમ વેજીટેબલ સૂપ.

નોંધ: આ રેસિપીમાં તમારી પસંદ મુજબના શાકભાજી ઉમેરી શકો છો. સૂપને ઓછું ઘાટું કરવા માટે કોર્નફ્લૉરની માત્રા ઘટાડી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.