રસ્તા ઉપર ફૂડની લારી ચલાવતા આ માસીએ બનાવી એટલી શાનદાર વાનગી કે વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ પાણી આવી જશે, જુઓ

સોશિયલ મીડિયામાં ખાણી-પીણીને લઈને અઢળક વીડિયો વાયરલ થાય છે, જેમાં દુનિયાભરની અવનવી વાનગીઓ આપણી આંગળીના ટેરવે જોવા મળે છે. આજકાલ ફૂડ બ્લોગરનો પણ રાફડો ફાટ્યો છે અને તે પણ અવનવી વાનગીઓ પોસ્ટ કરતા રહે છે, પરંતુ લોકોને સ્ટ્રીટ ફૂડ માણવાનો જે આનંદ આવે છે તે કદાચ ફાઈવ સ્ટાર હોટલમાં પણ નહિ આવતો હોય અને એટલે જ સ્ટ્રીટ ફૂડના ઘણા બધા વીડિયો પણ રોજ વાયરલ થાય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારા મોઢામાં પણ પાણી ચોક્કસ આવી જશે. આ વીડિયોમાં એક મહિલા ખાવાની વાનગી બનાવતી જોઈ શકાય છે. પ્રથમ મહિલા બટાકાને ગોળ રાઉન્ડમાં ટિક્કીની જેમ વાળીને તૈયાર કરે છે, અને પછી બેસનનું ખીરું બનાવી તેમાં બોળીને તળવાનું શરૂ કરે છે.

જેમ જેમ મહિલા રેસીપીને આગળ અનુસરે છે, તેમ તેમ સ્પષ્ટ થઈ જાય છે કે તે કઈ વાનગી બનાવી રહી છે. હકીકતમાં મહિલા મુંબઈના પ્રખ્યાત વડાપાવ બનાવી રહી છે. વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે મુંબઈનો બેસ્ટ વડાપાવ, મંજુ આન્ટીના હાથે બનાવેલો વડાપાવ તમારું દિલ ખુશ કરી દેશે. 44 સેકન્ડનો આ વીડિયો કોઈને પણ વડાપાવના પ્રેમમાં પડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by SPOONS OF MUMBAI (@spoonsofmumbai)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 28 મિલિયનથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સ જોઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈના વડાપાવના ઘણા લોકો દિવાના છે. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી.

Niraj Patel