રસોઈ

ચોમાસાની ઋતુમાં ટ્રાય કરો ગરમ- ગરમ મૂંગ દાલ વડા, તો રાહ શેની જુઓ છો રેસિપી કરી લો નોટ

હેલો મિત્રો, કેમ છો? 🙋🏼
વરસાદ ની સિઝન જામી છે હાલ તો અમુક જગ્યાએ ધોધમાર વરસાદ હોય છે તો બીજી તરફ ધીમો ધીમો આછો વરસાદ હોય છે…. વરસાદ ઓછો હોય કે વધારે હોય, એમાં જો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો મોજ પડી જાય.સામાન્ય રીતે બધા બટાકા વડા, ડુંગળી ના ભજીયા, મેથીના ગોટા ખાતાં જ હોય છે.. આજે આપણે એવો જ એક નાસ્તો બનાવવાના છીએ. તેનું નામ છે મુંગ દાલ વડા.

આવી ગયું ને મોં માં પાણી…!! ચાલો આજે રીત જોઈએ આની….

 • બનાવવા માટેની સામગ્રી :-
 • પીળી મગની છોતરાં વગરની દાળ – 1 કપ
 • ચોખા નો લોટ – 3 ચમચી
 • ઝીણાં સમારેલાં લીલાં મરચાં -2 ચમચી
 • ઝીણું સમારેલું આદું – 1 ચમચી
 • ઝીણી સમારેલી ડુંગળી – 3 ચમચી
Image Source
  • ઝીણાં સમારેલી લીલી કોથમીર -2 ચમચી
  • જીરું – 1 ચમચી
  • મીઠું – 1/2 ચમચી
  • બેકિંગ સોડા – 1/4 ચમચી
  • તેલ – તળવા માટે
  • પાણી – જરૂર મુજબ

સર્વ કરવા માટે

 • લીલી ચટણી અથવા ગરમ ચા

 

View this post on Instagram

 

#pakora#chutney#Moongpakora#seasonsgreetings#chefsandfoods#foodchef#chef#madebyme#like4likes#followforfollowback

A post shared by Food O’ Maker (@foodomaker) on


બનાવવા માટેની રીત :

 • સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં એક કપ મગની દાળ નાંખો અને 2 કપ પાણી નાખીને તેને 4 કલાક સુધી પલાળી રાખો.
 • પછી તેને મિક્સરમાં નાખીને તેની એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.
 • આ બાજુ તેલને તળવા માટે મુકી દો.
Image Source

 

 • હવે એક બીજો બાઉલ લો. તેમાં મગની દાળની સ્મૂધ પેસ્ટ નાખો, ત્યાર બાદ તેમાં ચોખાનો લોટ, લીલાં મરચાં, સમારેલું આદું, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, જીરું અને મીઠું નાખો અને તેની બરાબર મિકસ કરી લો. અને તેને 5 મિનિટ આરામ આપો.
 • પાંચ મિનિટનો રેસ્ટ આપ્યા પછી તેમાં બેકીંગ સોડા નાખીને ફરીથી સારી રીતે મિક્સ કરી લો.
 • તેલ થઇ ગયા પછી આ મિશ્રણ નાં મસ્ત મસ્ત ગરમા ગરમ વડા ઉતારો.
 • અને આ વડાને તમે લીલી ચટણી કે ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો.
Image Source

તો તૈયાર છે ઝટપટ બની જતા એવાં અને વરસાદ માં ખવાય એવા મુંગ દાલ વડા…તો રાહ કોની જુઓ છો…! બનાવો આ ટેસ્ટી વડા અને ખાઓ અને ખવડાવો….!!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks