દિવાળીના તહેવારમાં મોટેરાંઓનો ફેવરિટ મોહનથાળ ઘરે બનાવો, નોંધી લો રેસિપી…

0
3

દિવાળી નજીક આવતા લોકો જાત-જાતની મીઠાઈ બનાવતા હોય છે. તો ઘણી વાર લોકો મીઠાઈ બહારથી પણ લાવતા હોય છે. તહેવાર હોય લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘરની મીઠાઈ બનાવવાનો જ આગ્રહ રાખતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું મોહનથાળ બનાવવાની રીત.
સામગ્રી

  • કરકરું બેસન: 2 કપ
  • ઘી: 1 કપ
  • ખાંડ: 1કપ
  • દૂધ: 6 ચમચી
  • પાણી: 1/2 કપ
  • ડ્રાયફ્રૂટ: 2 ચમચી
  • એલચી પાવડર: 1/4 ચમચી
  • કેસર: 2/4 નંગ

રીત
સૌ પ્રથમ બેસનમાં દૂધ અને ઘીનું મિક્સર એડ કરો અને પછી ચાળી લો.

પછી એક પેન માં 1 કપ ઘી મુકો અને એમાં બેસન એડ કરી સેકી લો બરોબર મિક્સ કરી લો.

જ્યાં સુધી થોડો કલર ચેન્જ થઈ ત્યાં સુધી બરોબર સેકી લો બરોબર હલાવતા રહો.

ચોંટીના  જાય તે માટે મોહનથાળને દાણાદર બનાવા માટે દૂધ અથવા તો માવો મિક્સ કરો.

હલાવતા રહો શેકાય જાય એટલે એને ઠંડુ પાડવા મૂકી દો પછી ચાસણી બનાવી લો.

એક પેનમાં 1 કપ ખાંડ અને 1/2 કપ પાણી અને કેસર મિક્સ કરી દોઢ તારની ચાસણી બનાવી લો.

ચાસણી બની જાય એટલે મોહન થાળમાં એલચી પાવડર  મિક્સ કરી લો.

પછી એમાં ગરમ-ગરમ ચાસણી એડ કરી બરોબર મિક્સ થઈ જાય એટલે એક થાળીને ગ્રીસ કરી લો.

તેમાં મોહનથાળને પાથરી લો પછી ડ્રાય ફ્રૂટ પાથરી દો.

ઠારવા માટે મૂકી દો ઠરી જાય એટલે કટ કરી લો તો તૈયાર છે મોહન થાળ
મોહનથાળ બનાવવાનો પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here