મહારાષ્ટ્રની ફેમસ અને ચટાકેદાર વાનગી મિસળ પાઉં હવે ઘરે જ બનાવો, નોંધી લો ફટાફટ રેસિપી

0
Ads

ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે. વિવિધ રાજ્યની વિવિધ વાનગીનો પ્રખ્યાત છે. ગુજરાતના ગાંઠિયા-ફાફડા અને થેપલા પ્રખ્યાત છે. તો મહારાષ્ટ્રના મિસળપાઉં પ્રખ્યાત છે. આપણે ઘણીવાર બહારના મિસળપાઉં ખાતા હોય છે. પરંતુ આજે અમે તમને મિસળપાઉં બનાવવાની રીત જાણીશું.
સામગ્રી:

  • મઠ: 1 કપ
  • હળદર: 1/2 ચમચી
  • મીઠુ 1 ચમચી
  • તેલ: 4/5 મોટી ચમચી
  • સુકુ કોપરાનું છીણ: 3 ચમચી
  • લસણ: 5થી 6 નંગ
  • આદુ: 2 નાના ટુકડા
  • ડુંગળી: 2નંગ
  • ટામેટા: 1 નંગ
  • રાઈ: 1 ચમચી
  • જીરું: 1 ચમચી
  • ધાણાજીરું: 1 ચમચી
  • લાલ મરચું: 1 ચમચી
  • મીઠુ: સ્વાદ અનુસાર
  • કાશ્મીરી લાલ મરચું: 1 ચમચી
  • લીંબુનો રસ: 2 ચમચી
  • કોથમીર: ગાર્નીશીંગ માટે
  • મિક્સ ચવાણું: 1 વાડકી

રીત:મઠને ચારથી પાંચ કલાક માટે પલાળો.

 સૌપ્રથમ એક કુકરમાં મઠને હળદર મીઠુ અને પાણી મિક્સ કરી બાફી લો.
બીજી બાજુ એક પેન મુકો એમાં કોપરાનું છીણ એડ કરી શેકી લો.

આ બાદ એજ પેનમાં તેલ મિક્સ કરો.
એમાં આદુ લસણ ડુંગળી-ટામેટા મિક્સ કરી શેકી લો.
બાદમાં મિક્સર જારમાં શેકેલા આદુ ડુંગળી અને ટમેટા અને કોપરાનું છીણ મિક્સ કરી પીસી લો.
આ બાદ પછી ફરી એક પેનમાં 3 ચમચી તેલ મુકો. એમાં રાઈ જીરું એડ કરી એમાં મિક્સર એડ કરી લો.
પછી એમાં બાફેલા મઠ પાણી સાથે એડ કરી મિક્સ કરી લો.
પછી એમાં 3 કપ જેટલું પાણી એડ કરી લો પછી એમાં સૂકા મસાલા એડ કરી મિક્સ કરી ઉકળવા દો.

પછી એને ગરમ ગરમ સર્વ કરો.
એક પ્લેટમાં મિસલ પાઉં ડુંગળી અને મિક્સ ચવાણું સાથે સર્વ કરો.

 તૈયાર છે મિસલ પાઉં.

મિસલ પાઉં બનાવવાનો પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.