હેલ્થ

કડવી મેથીના મીઠા લાડુ, મિનિટોમાં કરે દર્દ દૂર

આમ જોવા જઈએ તો મેથીનો ઉપયોગ રસોઈમાં જ કરવામાં આવે છે.પરંતુ જેટલી મેથી કડવી છે. તેટલા જ તેના ગુણ મીઠા છે. મેથી  ઘણા બધાં રોગનો અકસીર ઈલાજ છે. આપણા શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય  અથવા પીડા થતી હોય તો મેથીનું સેવન ફાયદાકારક છે. જો મેથીના દાણા ભાવતા ના હોય તો ટેસ્ટ કરો મેથીના લાડવા

Image Source

મેથીના લાડવાની રેસિપી

મેથીનો લોટ :200 ગ્રામ

ઘઉંનો કરકરો લોટ : 200 ગ્રામ

શુદ્ધ ઘી :600ગ્રામ

ગોળ: 500 ગ્રામ

સફેદ મૂસળી : 1 ચમચી

બાવળીયો ગુંદર : 100 ગ્રામ

સૂંઠ પાવડર : 40 ગ્રામ

સાકરનો પાવડર: 300 ગ્રામ

Image Source

ગંઠોડાનો પાવડર: 20 ગ્રામ

ખસખસ : 1 ચમચી

સૂકી દ્રાક્ષ: 2 ચમચી

છીણેલું કોપરું: 100 ગ્રામ

કાજુ-બદામ: 100 ગ્રામ

મેથીના લાડવા બનાવવાની રીતે

સૌ પ્રથમ એક કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘી ગરમ કરી તેમાં ઘઉંના લોટને મધ્યમ આંચે  ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

7 થી 8 મિનિટ સુધી વ્યવસ્થિત શેક્યા બાદ તેમાં ગુંદર ઉમેરો.

ગુંદર લોટમાં ભળી ના જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

Image Source

ત્યારબાદ તેમાં સૂકું કોપરું અને દ્રાક્ષ ઉમેરી ફરીથી 2 મિનિટ સુઘી હલાવો. ત્યારબાદ 5 મિનિટ સુધી બશી સામગ્રી નાખીને ગેસ બંધ કરી દો.

બીજી કઢાઈમાં વધેલી ઘી કાઢી તેને ગરમ કરો.  ઘી ગરમ થયા બાદ તેમાં ગોળ ઉમેરી મધ્યમ આંચ પર ગોળ ઓગળે ત્યાં સુધી ગેસ પર રાખો.

હવે આ ઘઉંના મિશ્રણમાં ગોળના મિશ્રને ભેળવી દેવાનું.તેમાં કાજુ, બદામ ઉમેરીને મિશ્રણ કર્યા બાદ તેમાં ગંઠોડાનો પાવડર, સૂંઠ પાવડર, મુશળીનો પાવડર, ખસખસ ઉમેરી વ્યવસ્થિત મિક્સ કરી લો.

ત્યારબાદ આ મિશ્રણમાં મેથીનો બુકો નાખીને વ્યવસ્થિત લોટ બાંધી તેમાં સાકરનો પાવડર ઉમેરો.  ત્યારબાદ નવશેકા મિશ્રણમાં જ લાડુ વાળી લો.

Image Source

આ લાડુને તમે 1 મહિના સુધી સંગ્રહ કરીને સેવન કરી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks