લાંબા સમય સુધી લીલી ચટણીની તાજી રાખવા માટે અપનાવો આ રીત, નોંધી લો ફટાફટ રેસિપી

0
Ads

શિયાળાની શરૂઆત થતા જ તાજા-તાજા શાકભાજી આવતા હોય છે. શિયાળાની ઋતુમાં શાકભાજીની અવનવી વાનગી બનાવતા હોય છે. આપણે ઘણી વાર ઘરે લીલી ચટણી બનાવતા હોય છે. ઘણા લોકો નતનવી રીતથી લીલી ચટણી બનાવતા હોય છે. આજે અમને તમને લાંબા સમય સુધી તાજી રહે તેવી લીલી ચટણીની રીત બતાવીશું.
સામગ્રી:

  • લીલા મરચા: 3થી4 નંગ
  • કોથમીર: 1 વાડકી
  • લીંબુનો રસ: 1 ચમચી
  • મીઠુ: સ્વાદ અનુસાર
  • આદુ 1/2 ચમચી
  • જીરું અને વરીયાલી: 1 ચમચી
  • સેવ: 2 ચમચી
  • દાળિયા: 2 ચમચી

રીત:
સૌપ્રથમ એક મિક્સર જારમાં સેવ દાળિયા મિક્સ કરો.
આ બાદ લીલા મરચા જીરું વરીયાળી મિક્સ કરી પીસી લો.
આ બાદ તેમાં કોથમીર મિક્સ કરી લીંબુનો રસ મિક્સ કરો.
આ બાદ બરફના ટુકડા ઉમેરી તેમાં પાણી મિક્સ કરી ફરી ક્રશ કરો.
લો તૈયાર છે લીલી ચટણી.

નોંધ: આ ચટણીમાં બરફના ટુકડા નાખવાથી ચટણી કાળી નહીં પડે અને લાંબો સમય સુધી રાખી શકો છો.

લીલી ચટણી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.