હાલ લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. એક બાજુ લોકડાઉન ચાલુ છે અને બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. એક બાજુ ગરમી હોય તો બીજી તરફ આઈસ્ક્રીમની દુકાનો પણ બંધ છે. ગરમીમાં છુટકારો મેળળવા માટે આજે અમે તમારી માટે લઈને આવ્યા છે ગોળનું શરબત.
સામગ્રી:
- ગોળ: 1/2 કપ
- વરિયાળી: 1 ટી.સ્પૂન
- લીંબુનો રસ: 2 ટી.સ્પૂન
- ચાટ મસાલો: 1/2 ટી.સ્પૂન
- સંચર પાવડર: 1/2 ટી.સ્પૂન
- જીરું પાવડર 1/2 ટી.સ્પૂન
- મીઠુ: 1/2 ટી.સ્પૂન
- ફુદીનો: 8/10 નંગ
- પાણી: 1/2 કપ
- તકમરીયા ગાર્નીસિંગ માટે
રીત:
સૌપ્રથમ એક મિક્સર જારમાં ગોળ લો.ગોળમાં વરીયાળી લીંબુ ચાટ મસાલો સંચર પાવડર જીરું પાવડર મીઠી ફુદીના પત્તા એડ કરી.
મિક્સ જારમાં મિક્સ કરી લો.
આ બાદ એક રસ થઈ જાય એટલે એને ગરણિ વડે ગાળી લો.
પછી એમાં પાની એડ કરી સર્વ કરો.
ઠંડક માટે તખમરીયા એડ કરી બરફ સાથે સર્વ કરો તૈયાર છે.
લોકડાઉનમાં જરૂરથી બનાવજો ગોળનું શરબત.
ગોળનું શરબત બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:
આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.