દરરોજ એકના એક શાક ખાઈને કંટાળી ગયા છો તો ઘરે ટ્રાય કરો ‘ગાજર-કોબીજ’નો સંભારો, નોંધી લો ફટાફટ રેસિપી

0

શિયાળાના ઋતુમાં તાજા-તાજા શાકભાજી આવતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં લોકો નિતનવી વાનગી ટ્રાય કરતા હોય છે. પરંતુ સૌથી વધુ વાંધો તો ત્યારે આવે જયારે કોઈ શાક ના આવતા હોય. લોકો એક ને એક શાક ખાઈને કંટાળી જતા હોય છે. ત્યારે આજે અમે તમને શીખવીશું ‘ગાજર-કોબીજ’ નો સંભારો.

‘ગાજર-કોબીજ’નો સંભારો બનાવવાની સામગ્રી અને રીત નીચે મુજબ છે.

સામગ્રી: 

  • કોબીજ : 2કપ
  • ગાજર: 1/2 કપ
  • ટામેટા: 1 નંગ
  • લીલા મરચા: 2/3 નંગ
  • તેલ: 1 ચમચી
  • રાઈ: 1 ચમચી
  • હિંગ: 1/4 ચમચી
  • હળદર: 1/2 ચમચી
  • મીઠુ: 1/2 ચમચી
  • કોથમીર: ગાર્નિશિંગ માટે

રીત:
સૌપ્રથમ કોબીજને સ્લાઈસ માં કાપી લો પછી એક બાઉલમાં લઇ લો.
ત્યારબાદ કોબીજમાં મીઠુ ઉમેરી થોડા સમય માટે રાખી દો.
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી લીલા મરચા અને ગાજર ઉમેરો.
ત્યારબાદ તેમાં હળદર અને હિંગ નાખી મીઠું નાખી કોબીજ ઉમેરો. બધું બરાબર થઇ જાય એટલે તેમાં ટમેટા મિક્સ કરી લો.

તૈયાર છે ગાજર કોબીજનો સંભારો.

કોબીજ-ગાજરનો સંભારો બનાવવા માટે પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here