રસોઈ

દૂધપૌવા – આ શરદપૂનમની શીતળ રાતે ઘરે ટ્રાય કરો કેસર દૂધ પૌવા, નોંધી લો રેસિપી ખાસ તમારા માટે જ છે. તો બનાવો છો ને ?

કાલે દેશભરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.પૌરાણિક માન્યતા અનુસાર લોકો દૂધમાં પૌવા નાખીને અગાસીએ ચંદ્રના અજવાળે મૂકી દે છે પછી થોડા સમય ઠંડા થયા બાદ તેને પ્રસાદી રૂપે લે છે. શરદપૂનમના દિવસનું અનેરું મહત્વ છે.આજે અમે તમને શીખવીશું શરદ પૂર્ણિમા સ્પેશ્યલ ટેસ્ટી દૂધ પૌઆ એક નવા સ્વાદમાં તથા શરદપૂનમ સ્પેશ્યલ પૌઆની ખીર.

સામગ્રી:

  • પૌવા: 1/2 કપ
  • દૂધ : 500 મિલી
  • ખાંડ: 3 ચમચી
  • કેસર: 1 ચમચી
  • ઈલાયચી પાવડર: 1/4 ચમચી
  • ડ્રાયફ્રૂટ: 2 ચમચી

રીત: સૌપ્રથમ એક વાડકીમાં 3/4 ચમચી દૂધ એડ કરી એમાં કેસરઉમેરો અને બાજુ પર મૂકી દો.પછી પૌવાને પાણીથી ધોઈ લો અને દૂધને ગરમ કરવા મુકો પછી એક ઉભરો આવે એટલે એમાં પૌવા મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ એડ કરો પછી એમાં ખાંડ એડ કરી મિક્સ કરી લો પછી એમાં એલચી પાવડર એડ કરો અને ડ્રાયફ્રૂટ એડ કરી મિક્સ કરી લો 2 મિનિટ સુધી ઉકાળવા દો, અને સ્વાદિષ્ટ દૂધ પૌવા તૈયાર.
આ આ શરદપૂનમની શીતળ રાતે ઘરે ટ્રાય કરો કેસર દૂધ પૌવા,જરૂરથી બનાવજો અમને જણાવજો રેસીપી કેવી લાગી.
કેસર દૂધ પૌવા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો નીચે આપેલ વિડીયો માં પણ સંપૂર્ણ રેસિપી આપી છે વિગતવાર તો એ પણ જોઈ લેજો