રસોઈ

બહાર જેવા ઢોકળા નથી બનતા તો આજે જ ઘરે બનાવો લાઈવ ઢોકળા, નોંધી લો ફટાફટ રેસિપી

હાલ બધા જ લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. દરરોજ સાંજે શું બનાવવું એ પ્રશ્ન થાય છે. ગુજરાતના લોકોને ઢોકળા તો ભાવતા જ હોય છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે, ઢોકળા બહાર જેવા સોફ્ટ નથી થતા. ત્યારે આજે અમે તમને જણાવીશું ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત.

સામગ્રી ઢોકળા બનાવવા માટે

 • ચોખા: 3 વાડકી
 • મગ દાળ: 1કપ
 • અડદ દાળ: 1/4 કપ
 • મીઠું: સ્વાદાનુસાર
 • ખાવાનો સોડા: 1/3 ચમચી
 • હળદર: 1/2 ચમચી
 • પાણી: જરૂર મુજબ

લસણની ચટણી બનાવવા માટે

 • લસણની ચટણી :1 ચમચી
 • મીઠું: 1/4 ચમચી
 • તેલ: 1 ચમચી
 • પાણી: 1/4 કપ

લીલી ચટણી બનાવવા માટે

 • ઢોકળા: 5 નંગ
 • લીલું મરચું: 1 નંગ
 • મીઠું: 1/2 ચમચી
 • લીંબુનો રસ:1/2 ચમચી
 • ધાણા: 3 ચમચી

રીત
સૌપ્રથમ ચોખા અને દાળને ધોઈને 6 કલાક માટે પલાળી લો.

પલળી જાય એટલે એને મિક્સરમાં ક્રશ કરી લો.

ક્રશ થાય જાય એટલે એમાં કશું પણ એડ કર્યા વગર આથો લાવા માટે મૂકી દો.

આથો આવી જાય એટલે તમારે જેટલું વાપરવાનું છે એટલુંજ ખીરું લઇ લો.

ખીરામાં મીઠું ખાવાનો સોડા અને હળદર એડ કરી મિક્સ કરી લો.

અને સાથે સાથે સ્ટીમર ને સ્ટીમ કરવા મૂકી દો.

બેટર ને એક ગ્રીસ કરેલી ડીશમાં ખીરું નાખી ઉપર લાલ મરચું સ્પ્રેડ કરી લો.

5થી 7 મિનિટ સ્ટીમ કરી લો સ્ટીમ થઈ જાય એટલે એને કાઢી લો.

તૈયાર છે એકદમ બજાર જેવા અને લગ્ન પ્રસંગ માં બને તેવાજ ઢોકળા.

લાલ ચટણી બનાવવા માટે સૌપ્રથમ લસણની ચટણી લઇ લો.

પાણી એડ કરી મિક્સ કરી લો અને એને ગેસ પર ઉકાળી લો.ઠંડી પડે એટલે સર્વ કરો.

જો તમારી પાસે લસણ ની ચટણી ના હોઈ તો લસણ લાલ મરચું મીઠું આ બધું મિક્સ કરી કૃશ કરી લો અને જરૂર મુજબ પાણી એડ કરી દો તૈયાર થઈ જશે

લીલી ચટણી બનાવવા માટે લીલી ચટણી બનાવી ખુબજ સરળ છે જે ઢોકળા તમે બનાવ્યા છે એને લઇ લો. અને સાથે એક લીલું મરચું એડ કરી લીંબુનો રસ કોથમીર અને મીઠું એડ કરી મિક્સરમાં ક્રશ કરી લો લીલી ચટણી તૈયાર છે.

ઢોકળા સાથે લીલી ચટણી અને લાલ ચટણી અને સીંગતેલ સાથે ટેસ્ટ કરો. કમેંટ કરો કે તમને આ રેસિપી કેવી લાગી.

ઢોકળા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen