દિવાળી માટે બનાવો ‘ચોરાફળી’ વર્ષોથી બનતી રેસીપીથી પરફેક્ટ માપ સાથે.,નોંધી લો રેસિપી

0
3

દિવાળીના તહેવાર નજીક આવતા લોકો નિતનવા નાસ્તા બનાવતા હોય છે. હાલમાં બહારના નાસ્તાનો ક્રેઝ એટલો બધી વધી ગયો છે કે શહેરના લોકો નાસ્તા બનાવતા નથી પરંતુ અમુક ઘરોમાં આજે પણ ઘરે બનાવેલા નાસ્તા જ ખવાઈ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું ‘ચોરાફળી’ બનાવવાની પરફેક્ટ રીત માપ સાથે.

સામગ્રી:

  • બેસન: 250 ગ્રામ
  • અડદની દાળ: 250 ગ્રામ
  • પાણી: 1 કપ
  • મીઠુ: 1 ચમચી
  • બેકિંગ સોડા: 1/4 ચમચી
  • તેલ તળવા માટે

રીત:
સૌપ્રથમ અડદનો લોટ 2 ચમચી જેટલો બાજુ પર ચાળી લો.

પછી એક વાસણમાં પાણીને ગરમ કરવા મુકો.

એમાં મીઠુ અને સોડા એડ કરી ગરમ કરી લો પછી અને લોટ બાંધી લો.

પછી લોટને બરોબર મસળી લેવાનો છે કેમ કે જેટલો મશળસો એટલો જ સારો બનશે બરોબર મસળી લો અને પછી એક સરખા ગુલ્લાં કરી લો.

પછી તેલને ગરમ કરવા મુકો ત્યાં સુધી જે લોટ બાજુ પર હતો એ લોટમાં તેલ એડ કરી એમાં બધા ગુલ્લાં એડ કરી બરોબર મિક્સ કરી લો પછી વણી લો.

અને પછી એને 3 લાઈન પડી કટ કરી લો અને તળી લો.

તળાય જાય એટલે એના ઉપર મરચું છાંટી દો અને સર્વ કરો..ગરમ ગરમ અને એર ટાઈટ ડબામાં ભરી દો હવાઈ ના જાય એટલે.

છે ને એકદમ સરળ રીત ? તો દિવાળી માટે ઘરે જરૂર બનાવજો અને અમને કોમેન્ટ માં પ્લીઝ જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી ?
ચોરાફળી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here