રસોઈ

બાળકો અને મોટેરાઓને ટેસ્ટ કરાવો નવા ટેસ્ટની ક્રિસ્પી બિસ્કિટ ભાખરી, નોંધી લો રેસિપી

દરરોજ ઉઠીને સૌથી મોટો સવાલ એ હોય છે કે, નાસ્તામાં શું બનાવીશું. લોકો સામાન્ય રીતે નાસ્તામાં ગાંઠિયા,ભાખરી, ટોસ, ખારી લેતા હોય છે. પરંતુ આ બધું ખાઈ-ખાઈને પણ કયારેક કંટાળી જાય છે. ત્યારે આજે અમે તમે લઈને આવ્યા છે બિસ્કિટ ભાખરી. આ ભાખરીનો સ્વાદ કંઈક તમને અલગ જ લાગશે. આ ભાખરીએ તમે પ્રવાસમાં જાવ છો તો પણ સાથે લઇ જઈ શકો છો. આવો જાણીએ બિસ્કિટ ભાખરી બનાવવાની રીત.

સામગ્રી

  • ઘઉંનો લોટ: 1 કપ
  • ઘઉંનો કરકરો લોટ: 1 કપ
  • મીઠુ: સ્વાદ અનુસાર
  • જીરું,અજમો અને તલ: 1 ચમચી
  • કોથમીર: 1 વાડકી
  • ઘી: શેકવા માટે

રીત:

સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને કરકરો લોટ મિક્સ કરો.

આ બાદ એમાં મીઠુ તેલ ઝીરું અજમો તલ અને કોથમીર મિક્સ કરી કઠણ લોટ બાંધી લો.

લોટ બંધાઈ જાય એટલે એને 10/15 મિનિટ રાખી બાદમાં મસળી ગુલા બનાવી લો.

આ બાદ આ ભાખરીને વણી લો.
વણાય જાય. એટલે એના ઉપર ચપ્પાથી કટ મારી દો.
આ બાદ લાલાશ પડે ત્યાં સુધી ઘીથી શેકી લો.

તૈયાર છે બિસ્કિટ ભાખરી તમારા બાળકો માટે જરૂરથી બનાવજો એમને ખુબજ પસંદ આવશે.
ક્રિસ્પી બિસ્કિટ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.