આપણા તહેવારો રસોઈ

ગણેશ ઉત્સવ સ્પેશિયલ રેસિપી: પ્રસાદ માટે પરંપરાગત મોદક બનાવવાની રેસિપી નોંધી લો અને ગણપતિ બાપાને ભોગ લગાવો

આખા વર્ષની રાહ જોયા પછી આખરે ગણેશ ઉત્સવ આવી જ ગયો. ગણેશ ભક્તો પોતાના ઘરે ગણેશજીને લઇ આવ્યા છે ત્યારે ગણેશજીને પ્રિય મીઠાઈ મોદકને કેવી રીતે ભૂલી શકાય. મોદક મહારાષ્ટ્રમાં ખવાય છે, અને ગણેશ પૂજાના સમયે ઘરે જ બનાવવામાં આવે છે. મોદક બનાવવા માટે ઘી વપરાતું નથી, એટલે તેને ઇચ્છાનુસાર ખાઈ પણ શકાય છે. મોદક મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે. પરંપરાગત રીતે બનાવવામાં આવતી આ મીઠાઈ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. આમાં નારિયેળ અને ગોળનો ફ્લેવર તેને વધુ ટેસ્ટી બનાવે છે.

હવે જો તમારા મનમાં સવાલ ઉઠતો હોય કે મોદક કેવી રીતે બને છે તો આ રહ્યો જવાબ. ગણેશ ઉત્સવ નિમિતે તમારી માટે હાજર છે પરંપરાગત મોદક બનાવવાની રેસિપી –

પરંપરાગત મોદક બનાવવા માટે જોઈશે –

સામગ્રી –

  • લીલા કોપરાનું છીણ 1 કપ
  • ગોળ 12 કપ
  • પાણી 1 કપ
  • મીઠુ ચપટી
  • ચોખાનો લોટ 1 કપ
  • ઘી 3 ચમચી
  • તેલ 2 ચમચી
  • મોલ્ડ મોદક બનાવવા માટે

રીત –

સૌપ્રથમ એક નારિયેળને ફોડીને છીણી લો અથવા તો મિક્સરમાં પીસી લો પછી એક પેન લઇ લો એમાં ઘી એડ કરી અને નારિયેળનું છીણ એડ કરી ગોળ એડ કરી મિક્સ કરી લો બરોબર મિક્સ થઈ જાય એટલે એ મિક્સરને બાજુ પર મૂકી દો પછી ફરી એક પેન લઇ લો એમાં પાણી એડ કરી ઘી મીઠુ એડ કરી મિક્સ કરી લો અને અને પાણી ઉકળે એટલે એમાં ચોખાનો લોટ એડ કરી મિક્સ કરી લો પછી થોડી વાર ઢાંકીને થવા દો પછી એને એક પ્લેટમાં કાઢી લો પછી પછી એક વાટકીની મદદ થી લોટને પ્રેસ કરી મસળી લો અને લોટ બાંધી લો પછી મોદકના મોલ્ડ વડે મોદક બનાવી લો મોલ્ડમાં નીચેના ભાગથી એમાં લોટ એડ કરો અને આંગળીની મદદ વધે ચારે બાજુ બરોબર ફેરવી લો પછી એમાં હોલ પાડી ફીલિંગ ભરી દો અને લોટની મદદથી એને બંદ કરી દો પછી મોલ્ડને ખોલી લો એટલે મોદક તૈયાર થઇ જશે એવી રીતે બધા મોદક બનાવી લો પછી એક સ્ટીમર ગરમ કરવા મુકો અને
એમાં એક કાકડો મૂકી બધા મોદક 15 મિનિટ સ્ટીમ કરી લો પછી એને સર્વ કરો તો તૈયાર છે પરંપરાગત મોદક આજે જ બનાવો અને ગણપતિ બાપાને ભોગ લગાવો.

પરંપરાગત મોદક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks