રસોઈ

મિક્સ દાળમાંથી બનાવો એકદમ ટેસ્ટી દાળ વડા; એક નવો સ્વાદ ઘરે માણો, નોંધી લો પરફેક્ટ દાળ વડા બનાવવાની રેસિપી

આપણે ઘણીવાર દાળવડા ખાધા હશે, બધાને જ ભાવતા પણ ખૂબ જ હશે. આ એક ખૂબ જ સારો ટી-ટાઈમ સ્નેક છે. આને ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. અને જો ચા સાથે દાળવડા ખાવા મળી જાય તો દિવસ જ બની જાય છે. ત્યારે આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ એક નવી જ રીતે દાળવડા બનાવવાની રીત, આ છે મિક્સ દાળના વડા, તો નોંધી લો રેસિપી અને આજે જ બનાવો –

સામગ્રી

  • ચણા દાળ 1કપ
  • મગ દાળ 1/2 કપ
  • અડદ દાળ 1/4 કપ
  • લસણ 3/4 નંગ
  • લીલા મરચા 2/3 નંગ
  • પાણી 2/3 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • આદુની પેસ્ટ 1/4 ચમચી
  • ધાણા 3/4 ચમચી
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ દાળ ધોઈને 5 કલાક પલાળી લો દાળ પલડી જાય એટલે એનું પાણી કાઢી લો અને મિક્સરમાં પીસી લો પીસતી વખતે લસણ અને લીલા મરચા એડ કરી પીસી લો અને પાણી વગર પીસવાનું છે. જો જરૂર લાગે તો 2/3 ચમચી પાણી એડ કરી શકો છો અને થોડું કરકરું પીસવાનું છે મિક્સર તૈયાર થઈ જાય એટલે એમાં લીલા મરચા સમારેલા એડ કરો મીઠું અને આદુની પેસ્ટ એડ કરી લો પછી એમાં ધાણા સમારેલા એડ કરી મિક્સ કરી લો મિક્સર બરોબર મિક્સ થઈ જાય એટલે એને 2 કલાક જેવું રેસ્ટ આપો પછી તેલને ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં દાળવડાને તળી લો તો તૈયાર છે ગરમ ગરમ મિક્સ દાળના દાળવડા જરૂરથી બનવાજો આ રેસીપી કોઈ દિવસ ટ્રાય નહિ કરી હોય

મિક્સ દાળના ભજીયા બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.