ઉનાળાની ગરમીમાં બનાવો સ્પેશ્યલ મસાલા છાશ એક નવી રીતે, નવા સ્વાદમાં, નોંધી લો બનાવવાની રીત

0

છાશ એટલે આપણા ગુજરાતીઓનું એક ખાસ પીણું કે જે કોઈ પણ ઋતુમાં દરેકના ઘરે બને જ અને ભોજન સાથે પીવામાં આવે જ છે. પણ ખાસ કરીને ઉનાળામાં ગરમી અને લૂથી બચવા આપણે ત્યાં વારંવાર છાશ પીવામાં આવે છે. ગુજરાતીઓનું આ ખાસ પીણું માનવામાં આવે છે અને નાના-મોટા ઘરના દરેક સભ્યોને આ પસંદ આવે છે. તો ચાલો આજે આપણે જોઈએ મસાલા છાશ બનાવવાની રેસિપી –

સામગ્રી

  • ફુદીનો 1/4કપ
  • ધાણા 1/4 કપ
  • દહીં 1 કપ
  • લીલા મરચા 1 નંગ
  • પાણી 1/2 કપ
  • જલજીરા પાવડર 1/2 ચમચી
  • મરી પાવડર 1/4 ચમચી
  • સંચળ 1/4 ચમચી
  • જીરું પાવડર 1/2 ચમચી

રીત

સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીનો, ધાણા, લીલા મરચા એડ કરી દહીં એડ કરી મિક્સર કરી લો પછી એમાં થોડું પાણી એડ કરી એક બૉઉલમાં કાઢી લો એમાં ઝીરું મરી જલજીરા અને સંચળ પાવડર એડ કરી મિક્સ કરી લો જરૂર પડે તો મીઠું પણ એડ કરી શકો છો અને ઠંડી કરી સર્વ કરો આ ઉનાળામાં ઠંડી ઠંડી છાશ જરૂરથી પીજો ખુબ જ ગુણકારી છે અને તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો જરૂરથી બનાવજો ટેસ્ટી ટેસ્ટી છાશ

મસાલા છાશ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.