રસોઈ

ઉનાળા સ્પેશિયલ: ઘરે બનાવો મેંગો આઈસક્રીમ, એકદમ સોફ્ટ બજાર કરતા પણ સસ્તો અને નેચરલ આઈસક્રીમ બનાવો નવી રીતથી

ઉનાળો ચાલી રહ્યો છે અને ઘણી ગરમી પડી રહી છે ત્યારે રોજ આઈસ્ક્રીમ ખાવા મળી જાય તો કેવી મજા આવી જાય. અને એમાંય નવા-નવા ફ્લેવરના આઈસ્ક્રીમ મળી જાય તો તો જલસા જ થઇ જાય. ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઘરે જ મેંગો ફલેવરનો આઈસ્ક્રીમ બનાવવાની રેસિપી, કેસરીની સીઝન છે એટલે બધાના ઘરે પાકેલી કેરીઓ પણ હશે તો આજે જ બનાવો ઘરે મેંગો આઈસ્ક્રીમ આ રીતથી –

સામગ્રી

  • પાકી કેરી 2 નંગ
  • ખાંડ 1/3 કપ
  • દૂધ 500 મિલી
  • ઘઉંનો લોટ 2/4 ચમચી

રીત

સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ લો એને એક પેનમાં શેકી લો લોટ થોડો લાલાશ પડતો શેકાઈ જાય એટલે એને કાઢી લો ત્યાર બાદ દૂધને ગરમ કરવા મુકો દૂધમાં ખાંડ એડ કરો અને ગરમ થાય એટલે ઘઉંના લોટમાં 150 મિલી જેવું દૂધ એડ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો અને એ પેસ્ટને ગરમ દૂધમાં એડ કરો અને એડ કરતી વખતે દૂધને સતત હલાવતા રહો જેથી ગઠ્ઠાના બાજી જાય ત્યાર બાદ કેરીને સમારી લો અને મિક્સર જારમાં એડ કરી લો અને સાથે દૂધ પણ એડ કરી લો અને ક્રશ કરી લો અને એક ડબ્બામાં કાઢી લો અને 3 કલાક માટે ફ્રીઝમાં મૂકી લો ત્યાર પછી એને ફરી એક વાર ક્રશ કરી લો અને ફરી ફ્રીઝમાં મૂકી દો ક્રશ કરવાથી આઈસ્ક્રીમમાં બરફ નહિ જામે ત્યાર પછી સર્વ કરો પિસ્તા અને બદામથી ગાર્નિશ કરીને તૈયાર છે મેંગો આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો અને મજા માણો

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.